પાકિસ્તાનઃ બલૂચિસ્તાનમાં બસ ઊંડા નાળામાં પડી, 39ના મોત, અનેક ઘાયલ

પાકિસ્તાનના લાસબેલામાં એક મોટો અકસ્માત થયો છે. અહીં મુસાફરોથી ભરેલી એક હાઇસ્પીડ બસ ઉંડા નાળામાં પડી હતી.

પાકિસ્તાનઃ બલૂચિસ્તાનમાં બસ ઊંડા નાળામાં પડી, 39ના મોત, અનેક ઘાયલ
New Update

પાકિસ્તાનના લાસબેલામાં એક મોટો અકસ્માત થયો છે. અહીં મુસાફરોથી ભરેલી એક હાઇસ્પીડ બસ ઉંડા નાળામાં પડી હતી. આ દુર્ઘટનામાં 39 લોકોના મોત થયા છે, જ્યારે ઘણા લોકો ઘાયલ થયા છે. જણાવવામાં આવ્યું છે કે અકસ્માત એટલો ભયાનક હતો કે બસ નાળામાં પડતાં જ તેમાં આગ લાગી ગઈ હતી. બસ કરાચીથી ક્વેટા જઈ રહી હતી.

વિસ્તારના આસિસ્ટન્ટ કમિશનર હમઝા અંજુમ નદીમે જણાવ્યું કે બસમાં 48 લોકો સવાર હતા. તેમણે કહ્યું કે દુર્ઘટના બાદ તરત જ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી અને તમામ મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. તેમજ ઘાયલોને નજીકની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર બચાવ કાર્યમાં બચાવકર્તાઓને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો કારણ કે અકસ્માત રવિવારે મોડી રાત્રે થયો હતો અને અંધારાના કારણે પોલીસને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

#Connect Gujarat #BeyondJustNews #Pakistan #bus #falls #Balochistan #many injured #deep canal #39 dead
Here are a few more articles:
Read the Next Article