પેરિસમાં AI એક્શન સમિટમાં PM મોદીએ કર્યું સંબોધન,કેનેડાના PMએ કરી મોદીની અવગણના

આ સમિટ દરમિયાન જ એક સમયે કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડો અને પીએમ મોદી સામ-સામે થયા હતા.જે સમયે ટ્રુડો પીએમ મોદીની જાણે અવગણના કરીને જ નીકળી ગયા હતા.

New Update
a

પેરિસમાં આયોજિતAI એક્શન સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન ભાષણ કર્યું હતું.

આ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કેAI માનવતા માટે મદદરૂપ છે અને આ સદીમાં માનવતા માટે કોડ લખી રહ્યું છે. જોકે આ સમિટ દરમિયાન જ એક સમયે કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડો અને પીએમ મોદી સામ-સામે થયા હતા.જે સમયે ટ્રુડો પીએમ મોદીની જાણે અવગણના કરીને જ નીકળી ગયા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. 

આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાઈરલ થઇ રહ્યો છે.જેમાં જોઈ શકાય છે કે ભાષણ પૂરું થયા બાદ ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ મેક્રોં અને પીએમ મોદી સ્ટેજ પર ઉતરી રહ્યા હતા. તે સમયે જ કોઈપણ પ્રકારનો હાવભાવ આપ્યા વિના કેનેડાના પીએમ ટ્રુડો ચાલતા થયા અને પીએમ મોદી તરફ જોયું પણ નહીં. ઉલ્લેખનીય છે કે ભારત અને કેનેડા વચ્ચે છેલ્લા ઘણા સમયથી આતંકી નિજ્જરની હત્યા મામલે ખટપટ ચાલી રહી છે.  

Latest Stories