રશિયામાં 5મી વખત રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાવા બદલ વડાપ્રધાન મોદીએ વ્લાદિમીર પુતિન સાથે ફોન પર વાત કરીને તેમને શુભેચ્છાઓ પાઠવી છે. સાથે જ વડાપ્રધાન મોદીએ રશિયાના મૈત્રીપૂર્ણ લોકોની શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિ માટે શુભકામનાઓ આપી છે. તે સિવાય તેમને બંને દેશની વચ્ચે કૂટનીતિક ભાગીદારી વિશે પણ ચર્ચા કરી. તેમને ભારત-રશિયાના આગળ વધવાના રસ્તાઓ વિશે પણ વાતચીત કરી અને કૂટનીતિની તરફેણમાં ભારતની સ્થિતિનો સતત પુનરોચ્ચાર કર્યો.વડાપ્રધાન મોદીએ એક્સ પર પુતિનને શુભેચ્છા સંદેશો આપતા લખ્યું ‘રાષ્ટ્રપતિ પુતિન સાથે વાત કરી અને તેમને રશિયન સંઘના રાષ્ટ્રપતિ તરીકે ફરીથી ચૂંટાવા બદલ શુભેચ્છા આપી. ભારત-રશિયા આગામી વર્ષોમાં વિશેષાધિકાર પ્રાપ્ત રાજકીય ભાગીદારીને વધુ વિસ્તાર આપશે અને સાથે મળીને કામ કરશે. તેના માટે બંને દેશોમાં સહમતિ બની છે.’
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે ફોન પર કરી વાત,વાંચો શું છે કારણ
રશિયામાં 5મી વખત રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાવા બદલ વડાપ્રધાન મોદીએ વ્લાદિમીર પુતિન સાથે ફોન પર વાત કરીને તેમને શુભેચ્છાઓ પાઠવી છે.
New Update