Connect Gujarat
દુનિયા

રશિયાએ ચાર દિવસમાં યુક્રેન પર ત્રીજો મોટો હવાઈ હુમલો કર્યો, મિસાઈલ પોલેન્ડની સરહદમાં ઘૂસી

રશિયાએ છેલ્લા ચાર દિવસમાં યુક્રેન પર ત્રીજો મોટો મિસાઈલ હુમલો કર્યો છે.

રશિયાએ ચાર દિવસમાં યુક્રેન પર ત્રીજો મોટો હવાઈ હુમલો કર્યો, મિસાઈલ પોલેન્ડની સરહદમાં ઘૂસી
X

રશિયાએ છેલ્લા ચાર દિવસમાં યુક્રેન પર ત્રીજો મોટો મિસાઈલ હુમલો કર્યો છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે રવિવારે વહેલી સવારે યુક્રેનની રાજધાની કિવ અને લ્વિવના પશ્ચિમી ક્ષેત્ર પર એક વિશાળ રશિયન હવાઈ હુમલો થયો હતો. દરમિયાન, પોલેન્ડની સૈન્યએ જણાવ્યું હતું કે પશ્ચિમ યુક્રેન પર છોડવામાં આવેલી એક મિસાઇલ રવિવારે તેના એરસ્પેસ પર પડી હતી.

કિવના મિલિટરી એડમિનિસ્ટ્રેશનના વડા સેરહી પોપકોએ જણાવ્યું હતું કે રશિયાએ Tu-95MS વ્યૂહાત્મક બોમ્બર્સમાંથી છોડેલી ક્રૂઝ મિસાઇલોનો ઉપયોગ કર્યો હતો. તેમણે કહ્યું કે આ હુમલાઓ રશિયાના સારાટોવ ક્ષેત્રના એંગલ્સ જિલ્લામાંથી શરૂ કરવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે પ્રારંભિક માહિતી અનુસાર રાજધાનીમાં કોઈ જાનહાની કે સંપત્તિને નુકસાન થયું નથી.

નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન (નાટો)ના સભ્ય પોલેન્ડના ઓપરેશન્સ કમાન્ડે એક નિવેદનમાં જણાવ્યું હતું કે પશ્ચિમ યુક્રેનના શહેરો પર રશિયા દ્વારા છોડવામાં આવેલી ક્રુઝ મિસાઈલમાંથી એકે સવારે પોલેન્ડની એરસ્પેસનું ઉલ્લંઘન કર્યું હતું. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પોલેન્ડની એરસ્પેસની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તમામ જરૂરી પ્રક્રિયાઓ શરૂ કરવામાં આવી છે.

Next Story