Connect Gujarat
દુનિયા

શાંઘાઇ : કોરોના વાયરસનો કહેર સતત વધ્યો, કરોડો લોકોના થશે ટેસ્ટ

ચીનની રાજધાની બેઇજિંગના સૌથી મોટા જિલ્લા ચાઓયાંગે તેના રહેવાસીઓ માટે અઠવાડિયામાં ત્રણ વખત પરીક્ષણ કરવાનો આદેશ આપ્યો છે.

X

ચીનમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. ચીનની રાજધાની બેઇજિંગના સૌથી મોટા જિલ્લા ચાઓયાંગે તેના રહેવાસીઓ માટે અઠવાડિયામાં ત્રણ વખત પરીક્ષણ કરવાનો આદેશ આપ્યો છે. કોરોના ટેસ્ટિંગ વધારવાની સાથે લોકો શાંઘાઈ જેવા કડક લોકડાઉન થી પણ ડરી રહ્યા છે. જેના કારણે જરૂરી ચીજવસ્તુઓની દુકાનો પર લોકોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. બેઇજિંગમાં ખોરાક, અનાજ અને માંસની અછત છે.છેલ્લા ત્રણ દિવસમાં કોરોનાના ડઝનબંધ કેસ નોંધાયા છે.

સોમવારે, બેઇજિંગમાં 70 કેસ નોંધાયા હતા, જેમાંથી 46 ચાઓયાંગમાં હતા. શાંઘાઈ છેલ્લા ચાર અઠવાડિયાથી કડક લોકડાઉન હેઠળ છે. ચીન હાલમાં કોવિડ-19ના ઝડપથી ફેલાતા ઓમિક્રોન વેરિઅન્ટ સામે લડી રહ્યું છે. બેઇજિંગના 16 માંથી 8 જિલ્લામાં કોરોનાના કેસ નોંધાયા છે, જ્યાં એક પણ કેસના કિસ્સામાં અધિકારીઓ બિલ્ડિંગને સીલ કરી રહ્યા છે. રાજધાનીના કેસ શાંઘાઈની તુલનામાં ઓછા છે, પરંતુ ત્યાં ખોરાકની અછત છે, જેનાથી એવું લાગે છે કે બેઇજિંગના લોકો કોઈપણ પ્રકારનું જોખમ લેવા માંગતા નથી.

Next Story