Connect Gujarat
દુનિયા

યુક્રેનમાં લોકોને સ્થળાંતર કરતી વખતે કાફલા પર ગોળીબાર, ન્યુક્લિયર પાવર પ્લાન્ટના વડાનું અપહરણ

યુક્રેનમાં લોકોના કાફલા પર ગોળી ચલાવવામાં આવી હોવાના અહેવાલો છે. આ દરમિયાન અનેક લોકોના મોત પણ થયા છે.

યુક્રેનમાં લોકોને સ્થળાંતર કરતી વખતે કાફલા પર ગોળીબાર, ન્યુક્લિયર પાવર પ્લાન્ટના વડાનું અપહરણ
X

યુક્રેનમાં લોકોના કાફલા પર ગોળી ચલાવવામાં આવી હોવાના અહેવાલો છે. આ દરમિયાન અનેક લોકોના મોત પણ થયા છે. યુક્રેનના એક અધિકારીએ દાવો કર્યો છે કે દેશના ઉત્તરપૂર્વમાં લોકોને સ્થળાંતર કરતી વખતે કાફલા પર ગોળીબારમાં 20 લોકો માર્યા ગયા છે. યુક્રેનના પરમાણુ ઉર્જા પ્રદાતાએ રશિયા પર યુરોપના સૌથી મોટા પરમાણુ પાવર પ્લાન્ટના વડાનું અપહરણ કરવાનો પણ આરોપ લગાવ્યો છે.

યુક્રેનિયન પરમાણુ કંપની એનર્ગોટમે શનિવારે જણાવ્યું હતું કે રશિયન દળોએ શુક્રવારે સાંજે 4 વાગ્યાની આસપાસ ઝપોરિઝ્ઝ્યા ન્યુક્લિયર પાવર પ્લાન્ટના ડિરેક્ટર જનરલ ઇહોર મુરાશોવનું અપહરણ કર્યું હતું. રશિયન સૈનિકોએ ઝાપોરિઝ્ઝ્યા પરમાણુ પાવર પ્લાન્ટ પર કબજો કર્યો. એનર્ગોટમે કહ્યું કે રશિયન સૈનિકોએ મુરાશોવની કારને રોકી હતી. આંખે પાટા બાંધ્યા. પછી અજાણ્યા સ્થળે લઈ ગયા. જો કે રશિયાએ આ વાતને નકારી કાઢી છે.

Next Story