આફઘાનિસ્તાનની બેંકમાં આત્મઘાતી હુમલો, 3 લોકોના મોત

અફઘાનિસ્તાનના કંદહાર શહેરમાં ગુરુવારે એક પ્રાઈવેટ બેંકમાં એક વ્યક્તિએ પોતાની જાતને બોમ્બથી ઉડાવી દીધી હતી

New Update
આફઘાનિસ્તાનની બેંકમાં આત્મઘાતી હુમલો, 3 લોકોના મોત

અફઘાનિસ્તાનના કંદહાર શહેરમાં ગુરુવારે એક પ્રાઈવેટ બેંકમાં એક વ્યક્તિએ પોતાની જાતને બોમ્બથી ઉડાવી દીધી હતી. આ આત્મઘાતી હુમલામાં 3 લોકોના મોત થયા હતા. ત્યાં હાજર અનેક લોકો ઘાયલ થયા હોવાના પણ સમાચાર મળી રહ્યા છે. મળતી માહિતી મુજબ, અફઘાનિસ્તાનના કંદહાર શહેરમાં એક ખાનગી બેંકમાં ગુરુવારે એક વ્યક્તિએ બોમ્બથી પોતાની જાતને ઉડાવી દીધી હતી. જેમાં ઓછામાં ઓછા ત્રણ લોકોના મોત થયા હતા અને 12 લોકો ઘાયલ થયા હતા.હુમલાની જવાબદારી હાલ કોઈ જૂથે લીધી નથી. તાલિબાનના મુખ્ય હરીફ ઈસ્લામિક સ્ટેટે ભૂતકાળમાં શાળાઓ, હોસ્પિટલો, મસ્જિદો અને શિયા પ્રભુત્વ ધરાવતા વિસ્તારો પર હુમલા કર્યા છે. કંદહાર શહેર અફઘાનિસ્તાનના શાસકો માટે આધ્યાત્મિક અને રાજકીય કેન્દ્ર છે, કારણ કે તાલિબાનના ટોચના નેતા મુલ્લા હિબતુલ્લા અખુંદઝાદા આ શહેરમાં રહે છે અને મુખ્ય મુદ્દાઓ પરના તેમના નિર્ણયો કાબુલમાં બેઠેલા અધિકારીઓ દ્વારા અમલમાં મૂકવામાં આવે છે.

Latest Stories