એર ઈન્ડિયાની કાઠમંડુ-દિલ્હી ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, ટ્રેક્ટર દ્વારા રનવે પરથી વિમાન હટાવાયું.!

એર ઈન્ડિયાની કાઠમંડુ-દિલ્હી ફ્લાઈટમાં મંગળવારે કાઠમંડુ એરપોર્ટથી ટેક-ઓફ પહેલા ટેકનિકલ ખામી સર્જાઈ હતી.

New Update
એર ઈન્ડિયાની કાઠમંડુ-દિલ્હી ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, ટ્રેક્ટર દ્વારા રનવે પરથી વિમાન હટાવાયું.!

એર ઈન્ડિયાની કાઠમંડુ-દિલ્હી ફ્લાઈટમાં મંગળવારે કાઠમંડુ એરપોર્ટથી ટેક-ઓફ પહેલા ટેકનિકલ ખામી સર્જાઈ હતી. ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટના પ્રવક્તા સુબાસ ઝાએ જણાવ્યું હતું કે રનવે પરથી ટેકઓફ કરી રહેલા વિમાનના લેન્ડિંગ ગિયરમાં સમસ્યા હતી. એર ઈન્ડિયાની ફ્લાઈટ-216 કાઠમંડુ એરપોર્ટથી સવારે 4:10 વાગ્યે રવાના થવાની હતી.વ્હીલ લોકના કારણે વિમાન રનવે પર જ ફસાઈ ગયું હતું. બોર્ડમાં 179 મુસાફરો હતા, જેમને બાદમાં ઉતારવામાં આવ્યા હતા. ટ્રેક્ટરની મદદથી વિમાનને રનવે પરથી હટાવવામાં આવ્યું હતું. 

વિમાનમાં ટેક્સી વેમાં ફસાયા બાદ બે આંતરરાષ્ટ્રીય અને પાંચ ઘરેલુ ઉડાનો આકાશમાં જ રોકવામાં આવી હતી. એરપોર્ટ પર એક કલાક સુધી અરાજકતા ફેલાઈ હતી. વિમાનને ટેક્સી વેથી પાર્કિંગ સ્થળ પર લઈ જવાયા બાદ ફરી એરપોર્ટનું નિયમિત સંચાલન શરૂ થયું હતું.

Read the Next Article

ભારત અને બ્રિટન વચ્ચે મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર, PM મોદી ચેકર્સ ખાતે કીર સ્ટારમરને મળ્યા

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું- 'આ કરાર ફક્ત આર્થિક કરાર નથી, પરંતુ સહિયારી સમૃદ્ધિ માટેની યોજના પણ છે. એક તરફ, ભારતીય કાપડ, જૂતા, રત્નો અને ઝવેરાત, સીફૂડ અને એન્જિનિયરિંગ માલને બ્રિટનમાં વધુ સારી બજાર પહોંચ મળશે.

New Update
5

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યુનાઇટેડ કિંગડમ મુલાકાત દરમિયાન ગુરુવારે ભારત અને બ્રિટન વચ્ચે ઐતિહાસિક મુક્ત વેપાર કરાર (FTA) પર હસ્તાક્ષર થયા. મોદીએ લંડન નજીક ચેકર્સ ખાતે બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટારમરને મળ્યા, જે યુકેના વડા પ્રધાનનું સત્તાવાર ગ્રામીણ નિવાસસ્થાન છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું- 'આ કરાર ફક્ત આર્થિક કરાર નથી, પરંતુ સહિયારી સમૃદ્ધિ માટેની યોજના પણ છે. એક તરફ, ભારતીય કાપડ, જૂતા, રત્નો અને ઝવેરાત, સીફૂડ અને એન્જિનિયરિંગ માલને બ્રિટનમાં વધુ સારી બજાર પહોંચ મળશે. ભારતના કૃષિ ઉત્પાદનો અને પ્રોસેસ્ડ ફૂડ ઉદ્યોગ માટે યુકેના બજારમાં નવી તકો ઊભી થશે. આ કરારથી ખાસ કરીને ભારતીય યુવાનો, ખેડૂતો, માછીમારો અને MSME ક્ષેત્રને ફાયદો થશે. બીજી તરફ, ભારતના લોકો અને ઉદ્યોગ માટે, તબીબી સાધનો જેવા બ્રિટનમાં બનેલા ઉત્પાદનો વાજબી અને પોષણક્ષમ ભાવે ઉપલબ્ધ થશે.'

આ કરારને ભારત અને યુકે વચ્ચે આર્થિક વિકાસ અને નવી રોજગારીની તકોની ચાવી માનવામાં આવી રહી છે. આ ભારતના યુવાનો માટે ખાસ કરીને ફાયદાકારક રહેશે, કારણ કે તે આંતરરાષ્ટ્રીય સ્તરે કામ કરવાની તકોમાં વધારો કરશે. સરકારી અધિકારીઓના મતે, આ કરારથી માહિતી ટેકનોલોજી (IT), IT-સેવાઓ, નાણાકીય સેવાઓ, વ્યાવસાયિક સેવાઓ (જેમ કે મેનેજમેન્ટ કન્સલ્ટન્સી, આર્કિટેક્ચર અને એન્જિનિયરિંગ), અને શિક્ષણ સંબંધિત સેવાઓને સીધો ફાયદો થશે. આ કરાર હેઠળ, ભારતના શ્રમ-સઘન નિકાસ ક્ષેત્રો જેમ કે કાપડ, ચામડું, જૂતા, ફર્નિચર, રત્નો અને ઘરેણાં અને રમતગમતના સામાનને યુકે બજારમાં ડ્યુટી-મુક્ત પ્રવેશ મળશે. હાલમાં, બ્રિટન દર વર્ષે $23 બિલિયનથી વધુ મૂલ્યના આવા ઉત્પાદનોની આયાત કરે છે, જે ભારતના ઉત્પાદન અને રોજગારમાં મોટો વધારો કરી શકે છે.
Latest Stories