પાકિસ્તાન-અફઘાન બોર્ડર પાસે આવેલ પારચીનાર શાળામાં આતંકી હુમલાની ઘટના સામે આવી છે. હુમલાખોરોએ સ્કૂલના સ્ટાફ રૂમમાં ઘુસી અંધાધુધ ગોળીબાર કરતા સાત શિક્ષકોની હત્યા કરી હતી. જેને લઈને હાહાકાર મચી ગયો હતો. આ શિક્ષકોમાંથી ચાર શિક્ષકો શિયા સમુદાયના હોવાનું જાણવા મળી રહ્યું છે. આ હુમલા મામલે હજુ સુધી કોઈ સંગઠનની સંડોવણી સામે આવી નથી. એવું માનવામાં આવી રહ્યું છે કે મૃત્યુ પામેલા સાત શિક્ષકોમાંથી ચાર શિક્ષકો શિયા સમુદાયના હતા. નોંધનીય છે કે જે જગ્યાએ ગોળીબાર થયો હતો તે અફઘાન સરહદની એકદમ નજીક આવેલ છે.
પાકિસ્તાની સ્કૂલમાં આતંકી હુમલો: સ્ટાફ રુમમાં ઘૂસી હુમલાખોરોએ 7 શિક્ષકોને ગોળીઓ ધરબી દીધી
એવું માનવામાં આવી રહ્યું છે કે મૃત્યુ પામેલા સાત શિક્ષકોમાંથી ચાર શિક્ષકો શિયા સમુદાયના હતા
New Update