/connect-gujarat/media/post_banners/2f861d7c6eabb76db802f6bd2bb7c76e9c21a985a776d0b00715e954ccd6381e.webp)
જાપાનમાં આવેલા જોરદાર ભૂકંપ બાદ ફરી એકવાર મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવી રહ્યા છે. કોસ્ટ ગાર્ડનું એક વિમાન જાપાન એરલાઈન્સના વિમાન સાથે અથડાયું છે. આ જોરદાર ટક્કર બાદ ટોક્યોના હનેદા એરપોર્ટના રનવે પર આગ ફાટી નીકળી હતી.
જાપાનના પબ્લિક બ્રોડકાસ્ટર NHK પરના લાઈવ ફૂટેજમાં પ્લેનની બારીઓમાંથી જ્વાળાઓ નીકળતી જોવા મળી હતી. જાપાન એરલાઈન્સના પ્રવક્તાએ જણાવ્યું હતું કે હોક્કાઈડોના શિન-ચિટોઝ એરપોર્ટથી ઉડાન ભરેલું વિમાન 300 થી વધુ મુસાફરોને લઈ જઈ રહ્યું હતું.
વીડિયોમાં જોઈ શકાય છે કે પ્લેન રનવે પર ઉતરતી વખતે આગ અને ધુમાડા જોવા મળી રહ્યા છે. આ પછી વિંગની આસપાસના વિસ્તારમાં આગ ફાટી નીકળી હતી. એક કલાક પછીના ફૂટેજમાં પ્લેન સંપૂર્ણ રીતે આગમાં લપેટાયેલું જોવા મળ્યું હતું.