Connect Gujarat
દુનિયા

આ ગામમાં નથી એક પણ રોડ, લોકો ખરીદે છે પોતાની પર્સનલ બોટ, કારણ જાણી ચોંકી જશો..

દુનિયામાં એવું પણ ગામ છે જ્યાં સડક જ નથી. લોકો પાણીમાં જ જીવે છે. અહીં કોઇની પાસે ભાગ્યે જ વાહન જોવા મળે છે. લોકો અહીં હોડી કે બોટની ખરીદી કરે છે.

આ ગામમાં નથી એક પણ રોડ, લોકો ખરીદે છે પોતાની પર્સનલ બોટ, કારણ જાણી ચોંકી જશો..
X

શું તમે ક્યારેય રસ્તા વગરના ગામની કલ્પના કરી છે. નહીં ને .. પણ હા આ વાત સાચી છે. દુનિયામાં એવું પણ ગામ છે જ્યાં સડક જ નથી. લોકો પાણીમાં જ જીવે છે. અહીં કોઇની પાસે ભાગ્યે જ વાહન જોવા મળે છે. લોકો અહીં હોડી કે બોટની ખરીદી કરે છે. આ જ તેમની અવરજવરનું સાધન છે.


આ ગામનું નામ લેતા લોકોના મનમાં એક અલગ જ ઇમેજ ઊભી થાય છે. ગામ એટલે કાચા ઘરો, નાના સાંકડા રસ્તા, ચારે બાજુ હરિયાળી, દરેક પાસે રોજગાર પશુધન અને ખેતીની જમીન છે. આજકાલ ગામડાઓ, નગરો અને શહેરો એક બીજા સાથે રસ્તા દ્વારા જોડાયેલા હોય છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગસે કે દુનિયાનું એક ગામ છે જ્યાં આજે પણ રોડ નથી. આ ગામમાં કોઈ કાર કે બાઇક ખરીદતું નથી પરંતુ તેને બદલામાં બોટ ખરીદે છે.


જી હા... અમે વાત કરી રહ્યા છીએ નેધરલેન્ડ ના એક નાનકડા ગામ ગીથોર્નની. અહી કોઇની પાસે કોઈ પણ પ્રકારનું વાહન નથી. આ ગામમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોચવા માટેનો એક માત્ર રસ્તો છે પાણી. આ ગામ એટલુ સુંદર છે કે તમે નજર હટાવી શકતા નથી. આ કારણે તેને નેધરલેન્ડનું વેનિસ પણ કહેવામા આવે છે. અહી ઘણા બ્રિજ બનેલા છે અને તેની નીચે થી પસાર થતી બોટ ખૂબ જ સુંદર લાગે છે. આ અનોખા ગામને જોવા માટે લોકો દૂર દૂર થી અહીં ફરવા માટે આવે છે. આ ગામ આખી દુનિયામાં ખૂબ જ પ્રખ્યાત છે.


આજે વિશ્વના દરેક શહેરમાં પ્રદૂષણ છે. પરંતુ નેધરલેન્ડના આ ગામમાં પ્રદૂષણનો કોઈ પત્તો જ નથી. આ ગામમાં 180 પુલ છે અને આ ગમાની વસ્તી 30000 આસપાસની છે. અહીં દરેક પાસે પોતાની બોટ છે. બોટ વિના આ સ્થળે જીવનની કલ્પના કરવી અશક્ય છે.




Next Story