Connect Gujarat
દુનિયા

UAEનો નિર્ણય, પાસપોર્ટ પર આ નામવાળા ભારતીયોને મુસાફરી કરવાની પરવાનગી નહીં મળે.!

જો તમે ટૂંક સમયમાં UAE જવાની તૈયારી કરી રહ્યા છો તો આ માહિતી તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. UAE સરકારે ટ્રાવેલ ગાઈડલાઈન્સમાં ફેરફાર કર્યો છે.

UAEનો નિર્ણય, પાસપોર્ટ પર આ નામવાળા ભારતીયોને મુસાફરી કરવાની પરવાનગી નહીં મળે.!
X

જો તમે ટૂંક સમયમાં UAE જવાની તૈયારી કરી રહ્યા છો તો આ માહિતી તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. UAE સરકારે ટ્રાવેલ ગાઈડલાઈન્સમાં ફેરફાર કર્યો છે. નવી સૂચનાઓ હેઠળ હવે જો કોઈપણ વ્યક્તિના પાસપોર્ટ પર ફક્ત એક જ નામ લખવામાં આવે છે. એટલે કે અટક (સરનેમ) કોલમ ખાલી છે, તો તે UAE જઈ શકશે નહીં અને ત્યાંથી આવી શકશે નહીં.

UAE સરકાર અનુસાર તમામ પ્રવાસીઓના પાસપોર્ટ પર પ્રથમ અને અંતિમ નામ બંને સ્પષ્ટ હોવા જોઈએ. 21 નવેમ્બરથી UAEએ પણ આ નવો નિયમ લાગુ કરી દીધો છે. UAE સરકારને ટાંકીને એરલાઈન્સ કંપની ઈન્ડિગો દ્વારા પણ એક નિવેદન બહાર પાડવામાં આવ્યું છે. ઈન્ડિગોએ એક નિવેદનમાં કહ્યું કે, "UAE પ્રશાસનના નિર્દેશો અનુસાર જે મુસાફરોના પાસપોર્ટ પર એક જ નામ છે. પછી ભલે તે પ્રવાસી હોય કે કોઈપણ વિઝા પર તેમને મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં."

Next Story