Connect Gujarat
દુનિયા

સિરિયામાં અમેરિકાની એર સ્ટ્રાઈક, હુમલામાં 9 લોકોના મોત....

ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન, પૂર્વી સીરિયામાં સ્થિત અમેરિકી સૈન્ય મથકો પર ઈરાન સમર્થિત જૂથ દ્વારા હુમલો કરવામાં આવી રહ્યો છે.

સિરિયામાં અમેરિકાની એર સ્ટ્રાઈક, હુમલામાં 9 લોકોના મોત....
X

ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન, પૂર્વી સીરિયામાં સ્થિત અમેરિકી સૈન્ય મથકો પર ઈરાન સમર્થિત જૂથ દ્વારા હુમલો કરવામાં આવી રહ્યો છે. આ હુમલાના જવાબમાં અમેરિકાએ બુધવારના રોજ સીરિયા પર હવાઈ હુમલો કર્યો, જેમાં ઈરાન સમર્થિત જૂથના કુલ 9 લોકો માર્યા ગયા હતા. અમેરિકાએ આ હુમલો ઈરાન સમર્થિત મિલિશિયા દ્વારા ઉપયોગમાં લેવાતા હથિયારોના વેરહાઉસ પર કર્યો હતો. હવે એ વાત તો નોંધનીય છે કે ઈઝરાયલ-હમાસ યુદ્ધને અમેરિકા ખુલ્લેઆમ સમર્થન આપી રહ્યું છે. અમેરિકા પણ આડકતરી રીતે આ યુદ્ધમાં કૂદી પડ્યું છે, બુધવારે અમેરિકાએ પૂર્વ સીરિયામાં હમાસને ટેકો આપતા ઈરાન સાથે જોડાયેલા હથિયારોના સંગ્રહ કેન્દ્ર પર હુમલો કર્યો હતો અને બે અઠવાડિયામાં આ બીજી વખત છે જયારે અમેરિકાએ સીરિયામાં કોઈ સ્થળને નિશાન બનાવ્યું હોય. આ હુમલામાં 9 લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. આ માહિતી અમેરિકી રક્ષા મંત્રી લોયડ ઓસ્ટીને આપી છે. તેમણે કહ્યું કે અમેરિકી જવાનો સામેના હુમલાના જવાબમાં અમેરિકી યુદ્ધ જહાજોએ પૂર્વી સીરિયામાં ઈરાન સાથે જોડાયેલ હથિયારોના વેરહાઉસ પર હુમલો કર્યો.આ કાર્યવાહીથી અમે સાબિત કર્યું કે અમેરિકા તેના સૈનિકોના હિત માટે કંઈ પણ કર

Next Story