જાપાનમાં ભારતીય વાયુસેના દ્વારા યોજાશે ‘વીર ગાર્ડિઅન-2023’, વાંચો શું છે મહત્વ

ભારત અને જાપાન વચ્ચે એર ડિફેન્સ સહકારને પ્રોત્સાહન આપવા માટે, બંને દેશોએ સંયુક્ત એર કવાયત ‘વીર ગાર્ડિઅન-2023’નું આયોજન કરવા માટે સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે.

જાપાનમાં ભારતીય વાયુસેના દ્વારા યોજાશે ‘વીર ગાર્ડિઅન-2023’, વાંચો શું છે મહત્વ
New Update

ભારત અને જાપાન વચ્ચે એર ડિફેન્સ સહકારને પ્રોત્સાહન આપવા માટે, બંને દેશોએ સંયુક્ત એર કવાયત ‘વીર ગાર્ડિઅન-2023’નું આયોજન કરવા માટે સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે.આ કવાયતમાં ભારતીય વાયુ સેના (IAF) અને જાપાન એર સેલ્ફ ડિફેન્સ ફોર્સ (JASDF) ભાગ લેશે જેનું આયોજન 12 જાન્યુઆરી 2023 થી 26 જાન્યુઆરી 2023 સુધી જાપાનમાં હ્યાકુરી એરબેઝ ખાતે કરવામાં આવશે.08 સપ્ટેમ્બર 2022 ના રોજ જાપાનના ટોક્યોમાં યોજાયેલી બીજી 2+2 વિદેશ અને સંરક્ષણ મંત્રી સ્તરની બેઠક દરમિયાન, ભારત અને જાપાન દ્વિપક્ષીય સંરક્ષણ સહયોગ ને આગળ ધપાવવા માટે અને પ્રથમ સંયુક્ત ફાઇટર જેટ ડ્રીલ નું આયોજન કરવા સહિત વધુ સૈન્ય કવાયત માં જોડાવા માટે સંમત થયા હતા, જે બંને પક્ષો વચ્ચે સુરક્ષા સહયોગ માં થઇ રહેલી વૃદ્ધિ પ્રતિબિંબિત કરે છે. આ કવાયત બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક સંબંધો અને ઘનિષ્ઠ સંરક્ષણ સહયોગ ને વધુ ગાઢ બનાવવાની દિશામાં એક બીજું પગલું હશે.કવાયતના ઉદઘાટન વખતે બંને દેશોની વાયુ સેના વચ્ચે વિવિધ હવાઈ યુદ્ધ કવાયતને સમાવી લેવામાં આવશે. તે જટિલ વાતાવરણમાં મલ્ટિ-ડોમેન એર કોમ્બેટ મિશન હાથ ધરશે અને એકબીજા સાથે શ્રેષ્ઠ આચરણ નું આદાનપ્રદાન કરશે. બંને પક્ષો તરફથી નિષ્ણાતો દ્વારા પરિચાલન સંબંધિત વિવિધ પાસાઓ પર તેમના કૌશલ્યનું આદાનપ્રદાન કરવા માટે ચર્ચા પણ કરશે.'વીર ગાર્ડિઅન' કવાયત બંને દેશો વચ્ચે લાંબા સમયથી ચાલતા મૈત્રી સંબંધ વધુ મજબૂત બનાવશે અને બંને દેશોની વાયુ સેના વચ્ચે સંરક્ષણ સહયોગના માર્ગોમાં વધારો કરશે.

#Connect Gujarat #Air Force #Japan #Indian Air Force #held #beoyndjustnews #Veer Guardian-2023
Here are a few more articles:
Read the Next Article