શ્રીલંકામાં વડાપ્રધાનના રાજીનામાં બાદ ઠેર ઠેર હિંસા, ભારતીયો માટે હેલ્પલાઇન જાહેર.

શ્રીલંકામાં આર્થિક સંકટથી ઉપજેલ સંતોષ હવે ગૃહયુદ્ધનું કારણ બની શકે છે. સોમવારે વડાપ્રધાન મહિંદા રાજપક્ષેએ વિપક્ષના દબાણમાં રાજીનામું આપી દીધું હતું.

New Update

શ્રીલંકામાં આર્થિક સંકટથી ઉપજેલ સંતોષ હવે ગૃહયુદ્ધનું કારણ બની શકે છે. સોમવારે વડાપ્રધાન મહિંદા રાજપક્ષેએ વિપક્ષના દબાણમાં રાજીનામું આપી દીધું હતું. તેમના રાજીનામા થી નારાજ સમર્થકોએ રાજધાની કોલંબોમાં હિંસક ઘટનાઓ ને અંજામ આપ્યો હતો. જ્યાર બાદ તેમના વિરોધીઓ પણ ગુસ્સે થયા હતા. જ્યારે રાજપક્ષેના સમર્થકોએ કોલંબો છોડવાનો પ્રયાસ કર્યો હતો. તેમના વાહનોને ટાર્ગેટ કરવામાં આવ્યા. બીજી તરફ, વિરોધીઓએ હંબનટોટા માં મહિંદા રાજપક્ષે પૈતૃક ઘરને આગ લગાવી દીધી હતી.

રાજધાની કોલંબોમાં પૂર્વ મંત્રી જોનસન ફર્નાન્ડો કાર સહિત તળાવમાં ફેંકી દેવામાં આવ્યા અત્યાર સુધીમાં 12થી વધુ મંત્રીઓના ઘર સળગાવી દેવામાં આવ્યા છે. શ્રીલંકામાં ફસાયેલા ભારતીયો માટે હેલ્પલાઇન નંબર +94-773727832 અને ઇ-મેઇલID cons.colombo@mea.gov.in જાહેર કરવામાં આવ્યો છે.સોમવારે હજારો પ્રદર્શનકારીઓએ પીએમના સત્તાવાર નિવાસસ્થાન 'ટેમ્પલ ટ્રી'નો મુખ્ય દરવાજો તોડી નાખ્યો હતો અને અહીંયા ઉભેલી એક ટ્રકને આગ ચાંપી દીધી હતી. ત્યારબાદ નિવાસસ્થાનની અંદર પણ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આંદોલનકારી ભીડને કાબૂમાં લેવા માટે પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા અને હવામાં ગોળીબાર કર્યો.શ્રીલંકાના સાંસદ અમર કીર્તિ અથુ કેરલાના મૃત્યુના સમાચાર પણ ગત દિવસે સામે આવ્યા હતા. અહેવાલ અનુસાર, અમરકીર્તિએ પ્રદર્શનકારીઓ પર ગોળીબાર કર્યો હતો અને બાદમાં ભીડથી બચવા માટે બિલ્ડિંગમાં છુપાઈ ગયા હતા. અહીંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો.

Latest Stories