પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં આતંકવાદી હુમલો, 9 લોકોને બસમાંથી ઉતારી ગોળી મારી
પાકિસ્તાનમાં ફરી એકવાર મોટો હુમલો થયો છે. જેમાં હુમલાખોરોએ નવ લોકોની ગોળી મારી હત્યા કરી દીધી છે. સ્થાનિક પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. હુમલાખોરોએ એક ચાલુ બસને અટકાવી તેમાંથી મુસાફરોને નીચે ઉતારી ગોળીથી વીંધી નાખ્યા હતાં.