Connect Gujarat
ટેકનોલોજી

Facebookમાં આવ્યું વધુ એક નવું ફિચર, જાણી શકો છો આ વિગતો?

Facebookમાં આવ્યું વધુ એક નવું ફિચર, જાણી શકો છો આ વિગતો?
X

'Your Time on Facebook' નામનું ટુલ સોશિયલ મીડિયા સાઇટ પર કેટલો સમય વિતાવ્યો તે બતાવી આપશે.

સોશિયલ મીડિયા નેટવર્કિંગ વેબસાઇટ ફેસબુકે તેના યુઝર્સ માટે એક નવું ફિચર શરૂ કર્યું છે. અંદાજે 4 મહિના પહેલાં ફેસબુકે તેની જાહેરાત કરી દીધી હતી. જે ફિચર શરૂ કરી દેવામાં આવ્યું છે. આ ટૂલને 'Your Time on Facebook' નામ આપવામાં આવ્યું છે. જેની મદદથી તમે સોશિયલ મીડિયા સાઇટ ઉપર કેટલો સમય વિતાવ્યો તે જાણી શકો છો. એક મીડિયા રિપોર્ટર્સમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, કંપનીએ આ નવું ફિચર બધા યૂઝર્સ માટે શરૂ કર્યું છે. અત્યારે આ ફિચરને આઇઓએસ પ્લેટફોર્મ પર જોઇ શકાશે.

જો તમે પણ અઠવાડિયામાં ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર કેટલો સમય વિતાવ્યો તે જાણવા માંગતા હોવ તો તેના માટે સૌથી પહેલાં ફેસબુક સાઇટ અથવા એપમાં લોગઇન કરવું પડશે. ત્યારબાદ સેટિંગ અને પ્રાઇવેસી પર ક્લિક કરો. ત્યાં 'Your Time on Facebook' નામનું એક ઓપ્શન દેખાશે. તેના પર ક્લિક કરવાથી તમે કેટલો સમય સોશિયલ સાઈટ પર વિતવ્યો છે તે જાણી શકાશે. જો તમે ફેસબુકની લત છે અને તમે નક્કી કરેલી લિમીટી વધારે ફેસબુક યુઝ કરી રહ્યા છો તો એક લિમિટ પણ સેટ કરી શકો છો. નક્કી લિમિટની પાસે પહોંચવા પર તમારી પાસ એક નોટિફિકેશન આવી જશે.

Next Story