અંકલેશ્વર APMCમાં ચેરમેન-વાઈસ ચેરમેનની બિન હરિફ વરણી

New Update
અંકલેશ્વર APMCમાં ચેરમેન-વાઈસ ચેરમેનની બિન હરિફ વરણી

ચેરમેન તરીકે કરશન જી. પટેલ અને વાઇસ ચેરમેન તરીકે અજીતસિંહ એચ પરમારની પસંદગી

અંકલેશ્વર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ(એપીએમસી)ના ચેરમેન-વાઈસ ચેરમેન અને અન્ય સભ્યોની આજરોજ ચૂંટણી યોજાયી હતી.

એપીએમસીમાં ચેરમેન તરીકે કરશન જી. પટેલ અને વાઇસ ચેરમેન તરીકે અજીતસિંહ એચ.પરમારની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. આ તબક્કે ઉપસ્થિત રહેલા તમામ હોદ્દેદારોએ તેમના નામોની પસંદગી કરી હતી. સત્તાવાર રીતે તેમની જાહેરાત થતાં સમર્થકોમાં ખુશીની લહેર પ્રસરી હતી. આ તબક્કે તેમનાં સમર્થકોએ શુભેચ્છા પાઠવી હતી.

Latest Stories