અંકલેશ્વર GIDC ની સ્ક્રેપના વેપારી પાસેથી લાંચ લેવાના કેસના આરોપી દહેજ GST પ્રિવેન્ટિવ ઓફિસરની વડોદરા ACBએ કરી ધડપકડ

New Update
અંકલેશ્વર GIDC ની સ્ક્રેપના વેપારી પાસેથી લાંચ લેવાના કેસના આરોપી દહેજ GST પ્રિવેન્ટિવ ઓફિસરની વડોદરા ACBએ કરી ધડપકડ

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC ની સ્ક્રેપના વેપારી પાસેથી તાજેતરમાં રૂપિયા ૧,૩૫,૦૦૦ ની લાંચ લેવાના કેસ અંગેના આરોપી એવા દહેજ GST પ્રિવેન્ટિવ ઓફિસર (વર્ગ-૨ )ની વડોદરા ACB એ ધડપકડ કરી હતી.

આ સમગ્ર પ્રકરણ અંગે વિગતે જોતા કેટલાક સમય અગાવ એટલે કે તારીખ ૧-૧૧-૨૦૧૮ ના રોજ અંકલેશ્વરના સ્ક્રેપના એક વેપારીએ દહેજની ટેગા કંપનીમાંથી ૧૫૦ ટન ભંગાર લીધો હતો.આ અંગે એટકે લે સ્ક્રેપનો માલ ભરતા પેહલા સ્પેશ્યલ ઈકોનોમીક ઝોનની કચેરીમાં તમામ ટેક્સ ભરવા માટે બિલ ઓફ એન્ટ્રી કરવા સત્તાવાર અધિકારી ગીતેષ હીરાભાઈ પરીખ (રહે કલ્પના સોસાયટી વાઘોડિયા રોડ) એ વેપારી પાસે સ્ક્રેપના ૧ કિલોના ૯૦ પૈસા ગણી ૧૫૦ ટન ના રૂપિયા ૧,૩૫,૦૦૦ લાંચ પેટે માંગ્યા હતા.લાંચ ની રકમનું લેવાનું કામ ગિતેષે બુધ્ધિ પૂર્વક વચેટિયા એવા દિનેશ સુરિલ અગ્નિહોત્રીને સોંપ્યું હતું.

બીજી તરફ GST ઇન્સ્પેક્ટર રાકેશ સીતારામ પ્રસાદ અને સેન્ટ્રલ સ્પેશ્યલ ઇકોનોમિક કચેરીના મુકેશ ઝા એ પણ વેપારીને ફોન કરી લાંચની માંગણી કરી હતી.જોકે વેપારી પાસે રૂપિયાની વવ્યસ્થા ન થતા આરોપીઓએ સ્ક્રેપ ભરેલી વેપારીની ગાડીઓ અટકાવી હેરાનગતિ ચાલુ કરી હતી.જેથી કંટાળીને વેપારીએ ACB ને ફરિયાદ કરી હતી.જેના આધારે ગત તારીખ ૨૧-૦૨-૨૦૧૯ ના રોજ દહેજ વિકાસ આયુક્ત કાર્યાલયમાં છટકું ગોઠવવામાં આવ્યું હતું અને છટકામાં ACB એ મોહિત રામવિલાશ મિશ્રા રહેવાસી અંબિકા નગર ભરૂચ,ઓથોરાઈઝ ઓફિસર ગીતેષ પરીખ ,GST ઇન્સ્પેક્ટર રાકેશ પ્રસાદ રહેવાસી RK હેબિટેટ ભરૂચ અને દિનેશ અગ્નિહોત્રીની અટક કરી હતી. જયારે નાસી છૂટેલા પ્રિવેન્ટિવ ઓફિસર મુકેશ ગણેશકુમાર ઝા રહેવાસી ઓમ બંગ્લોઝ લક્ષ્મીપુરા રોડ વડોદરાને તાજેતરમાં ACB એ ઝડપી પાડ્યો

Read the Next Article

રાજ્યમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી વ્યક્ત

રાજ્યમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન વિભાગ મુજબ 25 જુલાઈથી 28 જુલાઈ વચ્ચે રાજ્યના કેટલાક જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે.

New Update
csss

રાજ્યમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

હવામાન વિભાગ મુજબ 25 જુલાઈથી 28 જુલાઈ વચ્ચે રાજ્યના કેટલાક જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે. આજે પણ રાજ્યમાં ચાર વાગ્યા સુધીમાં 47 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે.

કચ્છ-સૌરાષ્ટ્રમાં પણ આજે અને 26થી 28 જુલાઈ વચ્ચે ભારે વરસાદ વરસી શકે છે. ભારે વરસાદી આગાહીને પગલે 23થી 26 જુલાઈ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.અમદાવાદમા પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આજે સાંજે ચાર વાગ્યા સુધીમાં રાજ્યના 47 તાલુકામાં વરસાદ ખાબક્યો છે.આજે રાજ્યમાં સૌથી વધુ નવસારીના જલાલપોરમાં ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે. નવસારી તાલુકામાં સવા બે ઈંચ, મહિસાગરના કડાણામાં દોઢ ઈંચ, તો નવસારીના ગણદેવીમાં સવા ઈંચ વરસાદ વરસ્યો છે.હવામાન વિભાગ દ્વારા અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે કહ્યું કે, એક સિસ્ટમ ઉત્તર પૂર્વ ઉત્તરપ્રદેશમાં સર્જાયેલી છે. જે ધીરે ધીરે પશ્ચિમ ઉત્તર પૂર્વ દિશામાં આગળ વધી રહી છે.

Latest Stories