New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/07/mot-e1564031448642.jpg)
ગત તારીખ 14.07.19 ના રોજ અમરાવતી નદીના પાણીમાં લાલ કલરનું કેમિકલયુક્ત પાણી ફરી વળતા જળચર પ્રાણીઓના મૃત્યુ થયા હતા.૧૦ થી ૧૨કિલો જેવું વજન ધરાવતા મોટા જળચર પ્રાણીઓના મૃત્યુ થયા હતા. આ પ્રદુષિત પાણીની તપાસ અને કાર્યવાહી જીપીસીબીએ કરતા અંકલેશ્વર જીઆઇડીસીના C પંમ્પીંગ સ્ટેશનને અમરાવતી નદીને પ્રદુષિત કરવા બાબતે કસૂરવાર ગણી લાખો રૂપિયાના દંડ સહિત ૧૫ દિવસની કલોઝર નોટિસ અપાઈ છે.
આ અમરાવતીમાં ભૂતકાળમાં પણ અનેક વખત પ્રદૂષિત થઈ છે અને મોટા જળચર પ્રાણીઓ ના મૃત્યુ હતા હતા. ચોમાસાની ઋતુમાં ઉધોગો દ્વારા પ્રદુષિત પાણી વરસાદી ગટરોમાં છોડી દેવામાં આવે છે. જેના લીધે આવી ઘટનાઓ વારંવાર બને છે.
Latest Stories