અંકલેશ્વર : આંગડિયા પેઢીમાંથી રૂ. 3 લાખ ઉપાડી પરત જતાં વ્યક્તિને 2 અજાણ્યા ઇસમોએ રોક્યો, જુઓ પછી શું થયું..!

New Update
અંકલેશ્વર : આંગડિયા પેઢીમાંથી રૂ. 3 લાખ ઉપાડી પરત જતાં વ્યક્તિને 2 અજાણ્યા ઇસમોએ રોક્યો, જુઓ પછી શું થયું..!

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં આવેલ આંગડિયા પેઢીમાંથી રૂપિયા 3 લાખ ઉપાડી કાર મારફતે જતાં એક વ્યક્તિને 2 ઇસમોએ રોકી બોલાચાલી કરી હતી, ત્યારે કારમાં મુકેલ રૂપિયા 3 લાખ ભરેલા બેગ ઉઠાંતરી કરી નાસી છૂટ્યા હતા. સમગ્ર મામલે પોલીસે 2 અજાણ્યા ઇસમો વિરુદ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, અંકલેશ્વરના ખરોડમાં નુર મસ્જિદ નજીક રહેતા વાહીદ હુસેન એહમદ હુસેન શેખ કે જેઓની અંકલેશ્વરના નેશનલ હાઈવે પર અમન માર્કેટમાં એસ.વી. સ્ક્રેપ નામની દુકાન છે. ગત સોમવારના રોજ વાહીદ હુસેન શેખે અંકલેશ્વરની પ્રતીન ચોકડી નજીક આવેલ પીએમ એન્ટરપ્રાઈઝ નામની આંગડિયા પેઢીમાંથી 3 લાખ રૂપિયા ઉપાડ્યા હતા. જ્યારે તેઓ પોતાની કાર મારફતે પરત ફરી રહ્યા હતા, તે દરમ્યાન વાલિયા ચોકડી નજીક તેઓની કાર સાથે 2 અજાણ્યા ઇસમોએ પોતાનું મોપેડ અથડાવી બોલાચાલી કરી હતી. જોકે બોલાચાલી ઉગ્ર બનતા સંઘર્ષમાં ઉતરેલા વાહીદ હુસેન શેખનું ધ્યાન ભટકાવી કારમાં મુકેલ રૂપિયા 3 લાખ ભરેલા બેગ ઉઠાંતરી કરી બન્ને અજાણ્યા ઇસમો ત્યાંથી નાસી છૂટ્યા હતા. સમગ્ર બનાવની જાણ થતાં જ પોલીસે 2 અજાણ્યા ઇસમો વિરુદ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

Latest Stories