અંકલેશ્વર: એશીયન પેઇંન્ટ ચોકડી વિસ્તારની ચાલમાં આઘેડે કરી ફાંસો ખાઇ આત્મહત્યા..!

New Update
અંકલેશ્વર: એશીયન પેઇંન્ટ ચોકડી વિસ્તારની ચાલમાં આઘેડે કરી ફાંસો ખાઇ આત્મહત્યા..!

અંકલેશ્વર જી.આઇ.ડી.સી. પોલીસ મથક વિસ્તારની હદમાં આવેલ એશીયન પેઇન્ટ ચોકડી નજીક એક ફેબ્રિકેશન કંમ્પાઉન્ડની ચાલમાં ૫૫ થી ૬૦ વર્ષીય આધેડે કોઇ કારણોસર ગળે ફાંસો ખાઇ જીવન લીલા સંકેલવાની ઘટના બનવા પામી હતી.

જાણવા મળતી માહિતી અનુસાર અંકલેશ્વર એશીયન પેઇન્ટ ચોક્ડી નજીક સાત પાણી ની ટાંકી ની સામે આવેલ ગેરજ ની બાજુ ની ઓમ ફેબ્રીકેશન કંમ્પાઉન્ડમાં આવેલ ચાલમાં રહેતા એક ૫૫ થી ૬૦ વર્ષીય આધેડે અચાનક કોઇ અગમ્ય કારણોસર ફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. આ ઘટનાની જાણ થતાં જ આસપાસના રહીશો ટોળે વળ્યા હતા. ઘટનાની જાણ જી.આઇ.ડી.સી પોલીસને કરાતા પોલીસે ઘટના સ્થળે પહોંચી આધેડની લાસનો કબ્જો મેળવી તેને પી.એમ અર્થે ખસેડી આ આધેડે કયા કારણોસર ફાંસો ખાઇ આત્મહત્યા કરી તે કારણ મેળવવા સહીતની કાર્યવાહી આરંભી હતી.

Latest Stories