/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/05/05-3.jpg)
અંકલેશ્વર ભરૂચને જોડતા રોડ પર આવેલ છાપરા ગામ નજીક ડીજે નો ટેમ્પો પલટી ખાઈ જતા એક યુવાનનું ગંભીર ઇજાઓના પગલે કરૂણ મોત નીપજ્યું હતું. જ્યારે ટેમ્પામાં સવાર ત્રણ વ્યક્તિઓને ગંભીર ઇજા પહોંચવા પામી હતી.
જૂના ભરૂચના ચકલા વિસ્તારમાં રહેતા ચારથી પાંચ જેટલા યુવાનો ડીજેના સ્પીકર અને સામાન લઈ ભરૂચથી અંકલેશ્વર તરફ જઈ રહ્યા હતા.દરમિયાન છાપરા નજીકના વળાંક ઉપર ટેમ્પા ડ્રાઇવરે ટેમ્પાના સ્ટેરિગ ઉપરનો કાબુ ગુમાવતા ડી.જે નો ટેમ્પો પલટી ખાઇ ગયો હતો. જેમાં ટેમ્પા ઉપર બેસેલ સુભીત પ્રવિણ ભાઈ જાદવને ગંભીર ઇજાઓ પહોંચતા તેને અંકલેશ્વર જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. જયાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. ટેમ્પામાં સવાર ત્રણ જેટલા વ્યક્તિઓને ગંભીર ઇજા પહોંચવા પામી હતી. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી હતી.