અંકલેશ્વર: પ્રતિન ચોકડી નજીક કાર ચાલકની નજર ચૂકવી બે બાઇક સવારો રૂપિયા ૧.૧૫ લાખની બેગ ઉઠાવી ફરાર

New Update
અંકલેશ્વર: પ્રતિન ચોકડી નજીક કાર ચાલકની નજર ચૂકવી બે બાઇક સવારો રૂપિયા ૧.૧૫ લાખની બેગ ઉઠાવી ફરાર

અંકલેશ્વરની પ્રતિન ચોકડી નજીક બાઈક સવાર બે ઇસમો કાર ચાલકની નજર ચૂકવી રૂપિયા ૧.૧૫ લાખ રોકડા અને અગત્યના દસ્તાવેજ ભરેલ બેગની ઉઠાંતરી કરી ફરાર થઇ ગયા હતા.

પોલીસ સુત્રીય માહિતી અનુસાર અંકલેશ્વરના પીરામણ ગામમાં આવેલ કેશવ પાર્ક સોસાયટીમાં રહેતા હરીશભાઈ પરીખ તેમની કાર લઇ જીઆઈડીસીમાં આવેલ તેમની ઓફિસે જવા નીકળ્યા હતા. દરમ્યાન પ્રતિન ચોકડી પાસે બાઈક પર આવેલા બે અજાણ્યા ઇસમોએ કારમાંથી ઓઈલ લીક થઇ રહ્યું હોવાનું જણાવી કાર થોભાવી હતી અને બાદમાં કાર ચાલકની નજર ચૂકવી અંદરથી રૂપિયા ૧.૧૫ લાખ ભરેલ રોકડા અને અગત્યના દસ્તાવેજોની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.આ બનાવ અંગે અંકલેશ્વર શહેર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

Latest Stories