New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/07/BJP-e1563804427751.jpg)
ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા તા. ૨૨મી જુલાઈના રોજ સદસ્યતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર શહેરના વોર્ડ નં. ૯માં ભારતીય જનતા પાર્ટી દ્વારા સદસ્યતા અભિયાન હેઠળ લોકોને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાવા માટે આહવાન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં લોકોએ પણ ઉત્સાહ બતાવી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાવવા માટે પોતાની લાગણી વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ યોગેશપટેલ, મહામંત્રી ધર્મેશ ભટ્ટ, મહામંત્રી ધર્મેશ મિસ્ત્રી, ભારતીય જનતા પાર્ટી અંકલેશ્વર નગરના પ્રમુખ નરેન્દ્ર પટેલ, મહામંત્રી જીગ્નેશ અંદડીયા અને નગર પાલિકાના સભ્ય અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ સાથે મળીને સદસ્યતા અભિયાનની કામગીરીને સફળ બનાવી હતી.
Latest Stories