અંકલેશ્વર : ભાલીયાવાડ ખાતે રેહતા બુટલેગરને ઝડપી પાડતી અંકલેશ્વર શહેર પોલીસ

New Update
અંકલેશ્વર : ભાલીયાવાડ ખાતે રેહતા બુટલેગરને ઝડપી પાડતી અંકલેશ્વર શહેર પોલીસ

અંકલેશ્વર શહેર પોલીસે રેડ કરી રૂ. 25600નો વિદેશી દારૂ ઝડપી પાડ્યો

અંકલેશ્વર શહેર પોલીસે ભાલિયાવાડ, આચાર્યજીના મંદિર પાસે રહેતા જતીન ઉર્ફે લાલો કિશોર હજારીવાલાને પ્રોહી એકટ કલમ મુજબ અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સુત્રીય માહિતી મુજબ અંકલેશ્વર શહેર પોલીસને બાતમીને આધારે જાણ થતાં શહેર પોલિસ ભાલિયાવાડ, આચાર્યજીના મંદિર પાસે રહેતા જતીન ઉર્ફે લાલો કિશોર હજારીવાલાને ત્યાં રેડ કરતા ઘર માંથી સંતાડેલો વિદેશી દારૂ મળી આવ્યો હતો. અંકલેશ્વર શહેર પોલીસે વિદેશી દારૂની 256 નંગ બોટલ જેની કિંમત 25,600 નો કબ્જો કરી જતીન ઉર્ફે લાલો કિશોર હજારીવાલા વિરુદ્ધ પ્રોહી એકટ કલમ મુજબ અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

Latest Stories