/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/06/d.jpg)
ભરૂચ પોલીસ અધિક્ષક તરફથી જિલ્લામાં પ્રોહિ/જુગારની અસામાજીક પ્રવૃતી ચલાવતા ઈસમો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા સુચના મળેલ હોય જે અનુચંધાને ઈન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક એમ.પી.ભોજાણીના માગદર્શન હેઠળ અંકલેશ્વર શહેર પોલીસ મથકના પોલીસ ઈન્સ્પેક્ટરને બાતમીદારથી બાતમી મળેલ કે સુજાતખાન ઉર્ફે સજ્જુ બશીરખાન પઠાણે કાગદીવાડ અંકશ્વર શહેર ખાતે રહેતો જુનેદખાન અમીરખાન પઠાણનાઓના મકાનમા ઈંગ્લીશ દારૂનો જથ્થો સંતાડેલ છે.
પોલીસે આ બાતમી આધારે જુનેદખાન અમીરખાન પઠાણના ઘરે રેઈડ કરતા તેના ૨સોડાના ભાગેથી ભારતીય બનાવટનો ઈગ્લીશ દારૂની ૭૫૦ મીલી તથા ૧૮0 મીલીની કુલ નાની-મોટી બોટલ નંગ ૫૧૧ મળી કુલ કિમત રૂપિયા ૧,૨૦,૦૦૦/-નો મુદ્દામાલ મળી આવ્યો હતો.જેથી પોલીસે બંન્નેવ આરોપીઓ વિરૂધ પ્રોહી એક્ટ મુજબનો ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથધરી હતી.