/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/06/maxresdefault-223.jpg)
રોષે ભરાયેલા તોડાએ પોલીસનો કર્યો વિરોધ
અંકલેશ્વર તાલુકાના સંજાલી ગામે આજ રોજ કેટલાક અસામાજિક તત્ત્વોએ તોડફોડ કરી કેટલાક વાહનોને નુકસાન પોહંચાડી ૪ જેટલા લોકોને ઇજા પોહચાડી હતી.
પાનોલી ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર નજીક આવેલ સંજાલી ગામ ખાતે કેટલાક માથા ભારે લોકો ગેરકાયદેસર રીતે મદિરાનો સેવન કરતાં હોય તેમની સાથે નજીવી બાબતે સ્થાનિક લોકોની બોલાચાલી થતાં કેટલાક અજાણ્યા લોકોએ અચાનક આવી પોંચી તોડ ફોડ કરવાનું શરૂ કર્યું હતું. આ તબકકે સ્થાનિક રહીશોએ તેમને ટોકતા તેઓએ તેમને પણ માર માર્યું હતું. સમગ્ર બનાવમાં ૪ જેટલા લોકોને ઇજા પોહચી હોવાનું પોલીસ સૂત્રો તરફથી જાણવા મળ્યું છે.
અત્રે ઉલ્લખનીય છે કે બનાવને લઈ રોષે ભરાયેલા લોકોએ ઘટના સ્થળે પોહચેલી પોલીસની ગાડીને પણ રોકી વિરોધ દર્શાવ્યો હતો. તેમના મતે પોલીસે ફક્ત આવી ટોળું જોઈ જગ્યા છોડી દીધી હતી. આ બનાવમાં સંજાલીના કેટલાક સમાજસેવકોના વાહનોને પણ નુકસાન પોંહચ્યો હોવાનું જાણવા મળ્યું છે.