અંકલેશ્વરઃ વિદેશી દારૂની બાઈક પર ખેપ મારતો શખ્સ ફરાર, પોલીસે મુદ્દામાલ કબજે કર્યો

New Update
અંકલેશ્વરઃ વિદેશી દારૂની બાઈક પર ખેપ મારતો શખ્સ ફરાર, પોલીસે મુદ્દામાલ કબજે કર્યો

અંકલેશ્વર શહેર પોલીસે બાતમીના આધારે કાંસીયા ગામની સીમમાંથી રૂપિયા 6000 ની કિંમતના વિદેશી દારૂ અને બાઇક મળી કુલ રૂપિયા 36000 નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. જ્યારે આરોપી પોલીસને ચકમો આપી ફરાર થઈ જવામાં સફળ રહ્યો હતો.

publive-image

અંકલેશ્વર શહેરપોલીસને બાતમી મળી હતી કે, કાંસીયા ગામની સીમમાંથી બાઈક ઉપર એક શખ્સ દ્વારા વિદેશી દારૂની ખેપ મારવામાં આવનાર છે. જેના આધારે પોલીસે તપાસ કરતાં ત્યાંથી પલસર બાઈક નંબર જીજે 16, સીજી- 2106 મળી આવ્યું હતું. જ્યારે પોલીસને જોતાં જ દારૂની ખેપ મારવા નીકળેલો શખ્સ બાઈક અને દારૂનો જથ્થો સ્થળ પર જ મૂકીના નાસી છૂટ્યો હતો. પોલીસે વિદેશી દારૂનો જથ્થો અને બજાજ પલસર બાઈકને પોલીસ મથકે લાવી દારૂની કિંમત રૂપિયા 6000 અને બાઈકની કિંમત 30000 આંકીને મુદ્દામાલ કબજે કરી ગૂનો નોંધ્યો છે. તો પોલીસને ચકમો આપી નાસી છૂટેલા યુવાનની શોધખોળ હાથ ધરી છે.

Latest Stories