અંકલેશ્વર:આદિત્ય નગર સોસાયટી માં એક બિનવારસી મહિલાની લાશ મળી

New Update
અંકલેશ્વર:આદિત્ય નગર સોસાયટી માં એક બિનવારસી મહિલાની લાશ મળી

પોલીસે તપાસનો દોર શરૂ કર્યો.

અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં આવેલ આદિત્ય નગર સોસાયટીમાં સાંજના સમયે એક બિનવારસી હાલતમાં મહિલાની લાશ મળી આવી હતી.

આ ઘટનાની જાણ થતા જ અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ સ્ટેશન ના પીએસઆઈ ગઢવી એ ઘટના સ્થળે પહોંચી બિનવારસી હાલતમાં મહિલાના મૃતદેહને કબજો લઇ વાલી વારસદારને શોધખોળ ચાલુ કરવાના પ્રયાસો ચાલુ કર્યા છે. હાલ આ મહિલા ની ઉંમર આશરે 45 થી 50 ની વચ્ચે હોય તેવું જાણવા મળી રહ્યું છે હાલ આ મહિલાનું મળવાનું ચોક્કસ કારણ શહેર પોલીસ જાણી શકી નથી માટે મહિલાના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

Latest Stories