અંકલેશ્વરના એશિયાડ નગર વિસ્તારમાં પાણીનો ભરાવો

New Update
અંકલેશ્વરના એશિયાડ નગર વિસ્તારમાં પાણીનો ભરાવો

અંકલેશ્વરમાં સતત વરસી રહેલા વરસાદ તથા આમલાખાડીના જળસ્તરમાં વધારો થતાં શુક્રવારની રાત્રે એશિયાડ નગર તથા આસપાસના વિસ્તારોમાં પાણીનો ભરાવો થયો હતો. મકાનોના દરવાજા સુધી પાણી પહોંચી જતાં લોકોની દોડધામ વધી ગઇ હતી અને તેમણે ઘરવખરી સલામત રાખવાના પ્રયાસો શરૂ કરી દીધાં હતાં. પણ વરસાદ પણ વરસતો હોવાથી અનેક ઘરોમાં પાણી પ્રવેશી ગયાં હતાં.

ભરૂચ શહેર તથા જિલ્લામાં ત્રણ દિવસથી મેઘરાજાની મહેર થઇ રહી છે. શુક્રવારે સવારથી અંકલેશ્વરમાં ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. બીજી તરફ આમલાખાડીના ઉપરવાસમાં વરસાદ હોવાથી ખાડીના જળસ્તરમાં વધારો થયો હતો. આવા સંજોગોમાં આમલાખાડીની નજીકમાં અંકલેશ્વર- હાંસોટ રોડ પર આવેલા એશિયાડ નગર વિસ્તારમાં પાણીનો ભરાવો થયો હતો. એશિયાડ નગર બસ સ્ટેન્ડથી સોસાયટી તરફ જવાનો રસ્તો તથા સોસાયટીની વિવિધ ગલીઓમાં પાણી ભરાતા લોકોની ચિંતામાં વધારો થયો હતો. મકાનોના દરવાજા સુધી પાણી પહોંચી જતાં તેમણે મકાનોમાં પાણી પ્રવેશતું રોકવા માટે દોડધામ કરી મુકી હતી. વરસાદ પણ વરસતો હોવાથી અનેક ઘરોમાં પાણી પ્રવેશી ગયાં હતાં. સોસાયટીના રહીશો ઘરોની બહાર દોડી આવ્યાં હતાં. એશિયાડ નગર તથા જનકવાટીકા સહિતની સોસાયટીઓમાં દર ચોમાસામાં વરસાદી પાણીનો ભરાવો થતો રહે છે. આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા તંત્ર અસરકારક પગલા ભરે તેવી સ્થાનિક રહીશો માંગ કરી રહયાં છે.

Read the Next Article

રાજ્યમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી વ્યક્ત

રાજ્યમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન વિભાગ મુજબ 25 જુલાઈથી 28 જુલાઈ વચ્ચે રાજ્યના કેટલાક જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે.

New Update
csss

રાજ્યમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

હવામાન વિભાગ મુજબ 25 જુલાઈથી 28 જુલાઈ વચ્ચે રાજ્યના કેટલાક જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે. આજે પણ રાજ્યમાં ચાર વાગ્યા સુધીમાં 47 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે.

કચ્છ-સૌરાષ્ટ્રમાં પણ આજે અને 26થી 28 જુલાઈ વચ્ચે ભારે વરસાદ વરસી શકે છે. ભારે વરસાદી આગાહીને પગલે 23થી 26 જુલાઈ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.અમદાવાદમા પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આજે સાંજે ચાર વાગ્યા સુધીમાં રાજ્યના 47 તાલુકામાં વરસાદ ખાબક્યો છે.આજે રાજ્યમાં સૌથી વધુ નવસારીના જલાલપોરમાં ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે. નવસારી તાલુકામાં સવા બે ઈંચ, મહિસાગરના કડાણામાં દોઢ ઈંચ, તો નવસારીના ગણદેવીમાં સવા ઈંચ વરસાદ વરસ્યો છે.હવામાન વિભાગ દ્વારા અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે કહ્યું કે, એક સિસ્ટમ ઉત્તર પૂર્વ ઉત્તરપ્રદેશમાં સર્જાયેલી છે. જે ધીરે ધીરે પશ્ચિમ ઉત્તર પૂર્વ દિશામાં આગળ વધી રહી છે.

Latest Stories