અંકલેશ્વરના સારંગપૂર ગામની સમતા સોસાયટીમાં કેમિકલ યુક્ત વરસાદી પાણી ફરી વળ્યું હોવાના સ્થાનિકોએ કર્યા આક્ષેપ

New Update
અંકલેશ્વરના સારંગપૂર ગામની સમતા સોસાયટીમાં કેમિકલ યુક્ત વરસાદી પાણી ફરી વળ્યું હોવાના સ્થાનિકોએ કર્યા આક્ષેપ

અંકલેશ્વર પંથકમાં ગુરુવારની મધરાતે ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો ગાજવીજ સાથે વરસેલ વરસાદને પગલે ઠેરઠેર પાણી ભરાઇ જવા પામ્યા હતા અંકલેશ્વર શહેરની અનેક સોસાયટીઓ અને માર્ગો નદીમાં ફેરવાયા હતા. અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામ નજીક આવેલ સમતા સોસાયટીમાં કેમિકલ યુક્ત વરસાદી પાણી ફરી વળ્યું હોવાના સ્થાનિક રહીશોએ આક્ષેપ કર્યો હતો.

ત્યારે વરસાદી માહોલમાં કોઈ કંપનીએ કેમિકલ યુક્ત પાણી છોડી મુક્યું હોવાથી વરસાદી કાંસ મારફતે પાણી સોસાયટીના કેટલાક ઘરોમાં પ્રવેશી જવાથી દુર્ધંગ મારતું હોવાની ફરિયાદો ઉઠવા પામી છે અંકલેશ્વર શહેરમાં મધરાતે વરસેલ મુશળધાર વરસાદને પગલે જાહેર માર્ગો બેટમાં ફેરવાઈ ગયા હતા પવનના સુસવાટા સાથે વરસેલ વરસાદને પગલે ઠેરઠેર પાણી ભરાય જવાના દ્રશ્યો સર્જાયા હતા.

શહેરના નિરાંત નગર સામે માર્ગ પર પાણીનો ભરાવો થતા વાહન ચાલકો અને સ્થાનિક રહીશોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો માર્ગ બેટમાં ફેરવાતા કેટલાક વાહનો બંધ થઇ ગયા હતા જેને પગલે લોકોએ હેરાનપરેશાન થવાનો વારો આવ્યો હતો હાલ આ વિસ્તાર બેટમાં ફેરવાતા લોકોએ મુસીબતનો સામનો કરવો પાડી રહ્યો છે ત્યારે નગર પાલિકા તંત્ર ત્વરિત પાણી નિકાલ માટે યોગ્ય પગલા ભરે તેવી લોકોમાં માંગ ઉઠવા પામી છે

તો આવી જ રીતે અંકલેશ્વર-હાંસોટ માર્ગ ઉપર આવેલ એસીયાડ નગર ખાતે પણ પાણી ફરી વળ્યા હતા જેને પગલે રાહદારીઓ અને વાહન ચાલકો સહીત સ્થાનિક રહીશો વરસાદી પાણીના ભરાવને પગલે હેરાનપરેશાન થઇ ઉઠ્યા છે દર ચોમાસામાં આમલાખાડી અને શહેરનું પાણી એસીયાડ નગર સહિતની સોસાયટીઓ વરસાદી પાણી ફરી વળતા હોય છે ત્યારે તંત્ર વરસાદી પાણીનું કાયમી ધોરણે ઉપાય કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે

Latest Stories