અંકલેશ્વરનાં કાંસીયા ગામે માંથી રૂપિયા 1.31 લાખનાં વિદેશી શરાબ સાથે બુટલેગર ઝડપાયો

New Update
અંકલેશ્વરનાં કાંસીયા ગામે માંથી રૂપિયા 1.31 લાખનાં વિદેશી શરાબ સાથે બુટલેગર ઝડપાયો

અંકલેશ્વર તાલુકાનાં કાંસીયા ગામે કેળાનાં ખેતરમાં સંતાડેલો વિદેશી શરાબનો જથ્થો શહેર પોલીસે ઝડપી લઈને બુટલેગરની ધરપકડ કરી હતી.

અંકલેશ્વર શહેર પોલીસની ટીમે ચોક્કસ બાતમીને આધારે કાંસીયા ગામનાં ખેતરમાં સંતાડેલો વિદેશી શરાબનો મોટો જથ્થો ઝડપી લીધો હતો, અને વિદેશી શરાબનો ધંધો કરતા બુટલેગર સહદેવ ઉર્ફે કરણ જયસિંગ વસાવાની ધરપકડ કરીને રૂપિયા 1.31 લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો.

અંકલેશ્વર શહેર પોલીસે બુટલેગર સહદેવ વિરુધ્ધ ગુનો દર્જ કરીને વધુ તપાસ શરુ કરી છે.

Latest Stories