અંકલેશ્વરમાં સાતમો AIA મેગા ઇન્ડસ્ટ્રીયલ એક્ઝિબિશન યોજાશે

New Update
અંકલેશ્વરમાં સાતમો AIA મેગા ઇન્ડસ્ટ્રીયલ એક્ઝિબિશન યોજાશે

અંકલેશ્વર જીઆઈડીસીનાં સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે AIA મેગા ઇન્ડસ્ટ્રીયલ એક્સ્પો - 2018નું આયોજન કરવામાં આવ્યુ છે. જેની તૈયારીઓ અંતિમ તબક્કામાં ચાલી રહી છે.

અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા સહયોગી સંસ્થાઓનાં સહયોગ થી સાતમાં AIA મેગા ઇન્ડસ્ટ્રીયલ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યુ છે. અંદાજીત 120000 સ્કે.ફુટ લેન્ડ સ્કેપની જગ્યામાં તારીખ 9 થી 11 જાન્યુઆરી દરમિયાન આ એક્ઝિબિશન યોજાશે,જેમાં રાજ્યભર માંથી 300 જેટલા નાનામોટા ઉદ્યોગો મળીને પોતાના સ્ટોલ થકી ઉત્પાદન થતી મશીનરી, પ્રોડક્ટ સહિતની ચીજવસ્તુઓ અંગેની માહિતી મુલાકાતીઓને આપશે.

ત્રિદિવસીય આ મેગા એક્ઝિબિશનની રાજ્યભર માંથી મોટી સંખ્યામાં મુલાકાતીઓ મુલાકાત લેશે.

આ અંગે માહિતી આપતા એક્સ્પોનાં પ્રોજેક્ટ ચેરમેન પ્રવીણ તેરૈયાએ જણાવ્યુ હતુ કે ઉદ્યોગ મંડળ દ્વારા સાતમાં મેગા ઇન્ડસ્ટ્રીયલ એક્સ્પોનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં વિવિધ ઉદ્યોગો દ્વારા મશીનરી અને પ્રોડક્ટ અંગેની માહિતી આપવામાં આવશે.

Latest Stories