અંકલેશ્વર:મોદીનગર વૃદ્ધ પાસે નકલી સોનાના દાગીના મૂકી ૬ ઈસમો ૬.૬૦ લાખ રૂપિયા પડાવ્યા

New Update
અંકલેશ્વર:મોદીનગર વૃદ્ધ પાસે નકલી સોનાના દાગીના મૂકી ૬ ઈસમો ૬.૬૦ લાખ રૂપિયા પડાવ્યા

અંકલેશ્વરના મોદીનગર વૃદ્ધ પાસે નકલી સોનાના દાગીના મૂકી ૬ ઈસમો ૬.૬૦ લાખ રૂપિયા પડાવ્યા હોવાનો મામલો સામે આવ્યો છે. એસ.ઓ.જી પોલીસે ઝડપેલા ઈસમની પૂછપરછ દરમિયાન ભાંડો ફૂટ્યો હતો. પેરાલીસીસ વૃદ્ધ બેકાર હોવાથી નિવૃત થયા બાદ એકત્ર કરેલ રૂપિયા સોના પર વ્યાજે આપતો હતો.

અંકલેશ્વર મોદીનગર ખાતે રહેતા કિરીટભાઈ ઉત્તમભાઈ ગાંધી હાલ નિવૃત જીવન ગુજારી રહ્યા છે. તેઓ પેરાલીસીસ ( લકવાની અસર) હોવાથી ઘરે જ રહી બેકાર જીવન ગુજરી રહ્યા છે. તેમની પાસે ૬ ઈસમોએ સોના દાગીના ગીરવે મૂકી ૬.૬૦ લાખ રૂપિયા વ્યાજે લીધા હતા.

ગત ૧૮ મી જૂનના રોજ ભરૂચ એસ.ઓ.જી પોલીસના અધિકારી અને જવાનો તેમના ઘરે પિયુષ કનુભાઈ પરમાર રહે.ભવ્ય રેસિડન્સી ભરૂચને કારણે આવ્યા હતા. તેમના જણાવ્યા અનુસાર જુના બોરભાઠાના અનિલ આહીર અને દિનેશ આહીર તેમના પરિચિત હતા. તેમણે તેમની પાસે સોનાની ૨ ચેઇન અને ૧ બ્રેસલેટ ગીરવે મુક્યા હતા. તેમજ અન્ય મરૂણ ઉર્ફે ખોડા આહિર જુના સક્કરપોર ભાઠા, જુના બોરભાઠાના વિજય આહીર, નરેશ આહીર, અને વિજય નારાયણ આહીરે જે અન્ય ચેઇન અને દાગીના ગીરવે મુક્યા છે. તે તમામ નકલી છે. તેના પર સોનાનું ગિલેટ ચઢાવ્યું હોવાનો બહાર આવ્યું હોવાનું એસ.ઓ.જી પોલીસ તપાસમાં ખુલ્યું હતું. અંતે આ તમામ ૬ ઈસમો વિરુદ્ધ ૬.૬૦ લાખ રૂપિયા પડાવી લઇ છેતરપિંડી કરી હોવાની ફરિયાદ શહેર પોલીસ મથકે નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી.

Latest Stories