અંગત અદાવતે અંકલેશ્વરના ગાયત્રી મંદિર પાસે ૯ થી વધુ ઇસમોએ જીવલેણ હુમલો

New Update
અંગત અદાવતે અંકલેશ્વરના ગાયત્રી મંદિર પાસે ૯ થી વધુ ઇસમોએ જીવલેણ હુમલો

પોતાના ફળિયામાં કેમ આંટા ફેરા કરે છે તે બાબતે ઝઘડો કરી પાઈપ અને લાકડીના સપાટા વડે માર મારી ઈજા પહોંચાડી

જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર

ઈજાગ્રસ્તને સારવાર અર્થે અંકલેશ્વરની ખાનગી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા

હાંસોટના આસરમા ગામમાં રહેતા ૪૨ વર્ષીય ભરત ઉર્ફે ભોલીયો વિશ્વનાથ વસાવા ગતરોજ અંકલેશ્વર શહેરમાં કામ અર્થે આવ્યો હતો તે વેળા તે ગાયત્રી મંદિર પાસે હેર કટિંગ માટે ડાયમંડ હેર આર્ટમાં ગયો હતો.

દરમિયાન એક મોપેડ અને ફોરવ્હીલ ગાડીમાં આવેલ તાડ ફળિયામાં રહેતા વિજય દલપતભાઈ વસાવા અને ઈરફાન ચક્કર સહીત અન્ય સાત ઇસમોએ ભરત વસાવાને પોતાના ફળિયામાં કેમ આંટા ફેરા કરે છે તે બાબતે ઝઘડો કરી પાઈપ અને લાકડીના સપાટા વડે માર મારી ઈજા પહોંચાડી તેને જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઇ ગયા હતા. ઈજાઓને પગલે ઈજાગ્રસ્તને સારવાર અર્થે અંકલેશ્વરની ખાનગી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો મારામારીની ઘટના અંગે અંકલેશ્વર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.

Latest Stories