અમદાવાદ : ફાસ્ટ ટાસ્ક ફોર્સ દ્વારા 2 હજારથી વધુ રોપાઓનું કરાયું વાવેતર

New Update
અમદાવાદ : ફાસ્ટ ટાસ્ક ફોર્સ દ્વારા 2 હજારથી વધુ રોપાઓનું કરાયું વાવેતર

અમદાવાદમાં ફાસ્ટ ટાસ્ક ફોર્સ દ્વારા વિવિધ જાતોના 2000 રોપાઓ વાવવામાં આવ્યા હતા. સંસ્થા તરફથી અત્યાર સુધીમાં 22000 વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે.

સમગ્ર ભારતમાં સીઆરપીએફ દ્વારા લાખો રોપાઓ વાવવામાં આવ્યા છે. જેમાં કેન્દ્ર સરકારના ગૃહ પ્રધાન અમિત શાહ પણ સહભાગી બન્યાં હતાં. તેમણે ગુડગાંવના જૂથ કેન્દ્રમાં વૃક્ષારોપણ કર્યું હતું. 100 વી કોર્પ્સ રેપિડ ટાસ્ક ફોર્સના કમાડન્ટ પુષ્પેન્દ્ર કુમારે જણાવ્યું હતું કે, છોડ પુત્ર જેવો છે. તેને રોપવું અને બચાવવું એ આપણી જવાબદારી છે. આખા અમદાવાદમાં જ્યાં પણ સરકારી જમીન છે ત્યાં 100 મી કોર્પ્સ રેપિડ ટાસ્ક ફોર્સના જવાનો દ્વારા મહાનગર પાલિકાના સહયોગથી અને તેની દેખરેખ હેઠળ સતત છોડ રોપવામાં આવી રહ્યા છે. 100 મી કોર્પ્સ રેપિડ ટાસ્ક ફોર્સના કમાન્ડન્ટે અમદાવાદ વાસીઓને આ ચોમાસામાં ઓછામાં ઓછો એક વૃક્ષ વાવવાની અપીલ કરી છે. આ વાવેતરમાં 800 જવાનોએ સાથે મળીને 60 એકર જમીનમાં રોપાઓ રોપ્યા હતા. આ વૃક્ષારોપણમાં શિબિર કર્મચારીઓની વિવિધ શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોએ પણ મોટા પ્રમાણમાં ભાગ લીધો હતો.

Latest Stories