અમદાવાદ : માસ્ક પહેરવાના બદલે લોકોએ માસ્ક ન પહેરવા બદલ એક કરોડ રૂપિયાનો ભર્યો દંડ

New Update
અમદાવાદ : માસ્ક પહેરવાના બદલે લોકોએ માસ્ક ન પહેરવા બદલ એક કરોડ રૂપિયાનો ભર્યો દંડ

અમદાવાદમાં કોરોનાના સંક્રમણથી બચવા લોકો માસ્ક પહેરવાના બદલે માસ્ક નહિ પહેરી પોતાની જાન જોખમમાં મુકી રહયાં હોય તેમ લાગી રહયું છે. અત્યાર સુધીમાં માસ્ક નહિ પહેરનારાઓ પાસેથી એક કરોડ રૂપિયા ઉપરાંતના દંડની વસુલાત કરાય છે.

કોરોના મહામારી વચ્ચે અમદાવાદીઓ બેદરકાર બન્યા છે. અમદાવાદમાં માસ્ક ન પહેરવાના કેસમાં 616 ટકાનો વધારો થયો છે. એટલે કે અમદાવાદમાં મોટા ભાગના લોકો માસ્ક નથી પહેરતા. દંડમાં વધારા બાદ પણ લોકો માસ્કનો નિયમનું પાલન કરી રહયાં નથી. અમદાવાદમાં 15મી ઓગસ્ટે માસ્ક નિયમ ભંગના 212 કેસ નોંધાયા હતા. ત્યારે 13 સપ્ટેમ્બર માસ્ક નિયમ ભંગના 1 હજાર 520 કેસ નોંધાયા છે. એટલે કે માસ્ક નિયમ ભંગના કેસમાં 616 ટકાનો વધારો થયો છે. અમદાવાદીઓએ એક મહિનામાં માસ્ક નિયમ ભંગનો એક કરોડથી વધુનો દંડ ભર્યો છે.

સવાલો ઉઠી રહ્યા છે કે સતત કેસ વધે છે છતા કેમ લોકો બેદરકાર બની રહ્યા છે?. લોકો કેમ નથી સમજતા કે માસ્ક ખુબ જરૂરી છે?. અત્યાર કોરોનાથી તમને માસ્ક જ બચાવી શકે છે લોકો સમજતા કેમ નથી?. શું અમદાવાદમાં લોકોને હવે કોરોનાનો ડર નથી?. અમદાવાદમાં લોકો માસ્ક નિયમનું પાલન કેમ નથી કરતા? બીજીબાજુ પોલીસ તંત્ર પણ હવે એક્શનમાં આવ્યું છે અને શહેરના અલગ અલગ વિસ્તારમાં માસ્કના પહેરનાર લોકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Latest Stories