/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/05/maxresdefault-35.jpg)
- હજારો લીટર પાણીના ભરાયા છે મસમોટા ખાબોચિયાં.
- માલધારીઓ માટે પાણી વેડફાટ આશીર્વાદરૂપ.
- તંત્ર દ્વારા મિકેનિકલ વિભાગને કામગીરી સોંપી હોવાનું રટણ.
- સીમરણ સરપંચે કરી છે અનેકવાર રજૂઆતો
એક તરફ પીવાના પાણીનો ગ્રામ્ય કક્ષાએ પોકારો ઉઠી રહ્યા છે તો તંત્રની લાપરવાહીને કારણે દરરોજ હજારો લીટર નર્મદાનું પાણી નિરર્થક વહી જાય છે ક્યાં છે આ વેડફાટ પીવાની પાણીની પારાયણ જોઈએ આ રિપોર્ટમાં.
આ છે અમરેલી જિલ્લાના સાવરકુંડલા ના સીમરણના પાટિયા પાસે આવેલ લાખો લીટરની શમતા ધરાવતા સીમરણ વોટર સંપ.
આ વોટર સંપથી છેક સાવરકુંડલા શહેર, ગામડું, સાથે ખાંભા, રાજુલા ને જાફરાબાદ સુધી પીવાનું પાણી નર્મદા નું પહોંચે છે પણ કરમની કઠણાઈ છેકે થિંગડા મારવાના અભાવે રોજનું હજારો લીટર પીવાનું પાણી નિરર્થક નદીની માફક વહી જાય છે ને ઠેર ઠેર પાણીના ખાબોચિયા જાણે નાની એવી નદી વહેતી હોય તે માફકના ખાબોચિયા પાણી પુરવઠા તંત્રની નિષ્ક્રિયતાની નિશાની છે પણ આ પાણીના ભરેલા ખાબોચિયા માલધારીઓ માટે પશુઓ માટે આશીર્વાદ રૂપ પણ છે કેમ કે માલઢોરને ગામથી ૫ થી ૭ કિલોમીટર પાણી પીવરાવવા જતા માલધારીઓ આ વેડફાટ થતા પાણીના ખાબોચિયામાં ઘેટા, બકરા, ગાયો પાણી પીવે છે જે અંગે પાણી વેડફાટ ભલે થાય પણ માલઢોર માટે પાણી ન ખાબોચિયાઓ આશીર્વાદ થી ઓછા નથી.
પાણી ગામડે પહોંચવું હોય તો પહોંચે પણ આ પાણી લીકેજિંગથી થતો વેડફાટ માલધારીઓ માટે આશીર્વાદ રૂપ તો છેજ પણ તંત્ર દ્વારા આ વેડફાટ પાણી અંગે અનેકવાર રજૂઆતો કરી પણ સીમરણના સરપંચની રજૂઆતો પાણી પુરવઠા તંત્ર સાંભળતું ન હોવાનો સરપંચ ભરત ચોડવડીયાએ જણાવ્યું હતું.
અમરેલી સાવરકુંડલા માર્ગ પર આવેલ સીમરણ વોટર હેડ વર્ક થી જતું પાણી વેડફાટ થાય છે વર્ષોથી રજૂઆતો થાય છે પણ તંત્ર દરકાર લેતું નથી ને સરપંચ પણ હવે રજૂઆતો કરીને થાક્યા છે પણ તંત્ર હજુ ધૂતરાષ્ટ્રની ભૂમિકા ભજવતી હોવાનો વસવસો સરપંચે વ્યક્ત કર્યો છે ત્યારે પાણી પુરવઠા તંત્રના અધિકારીએ પાણી વેડફાટ અંગે મિકેનિકલ ડિપાર્ટમેન્ટને કામ સોપાઈ ગયું છે ને ઇલેક્ટ્રિસીટીના કારણે ડ્રિપિંગ થાય અને પાવર બંધ થવાનો પ્રોબલમ પાણી પુરવઠા અધિકારી જણાવીને ઓવરફ્લો થાય છે.