અર્જુન મોઢવાડિયાના ભાઈને ધમકીનો મામલોઃ PIની બદલી અને PSI સસ્પેન્ડ

New Update
અર્જુન મોઢવાડિયાના ભાઈને ધમકીનો મામલોઃ PIની બદલી અને PSI સસ્પેન્ડ

સમગ્ર કેસમાં તપાસ દરમિયાન થયેલી વહિવટી બેદરકારીના પગલે પોલિસ કમિશ્નરે લીધોલો નિર્ણય

કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડીયાના પિતરાઇ ભાઇ અને રાજકોટમાં આંખની હોસ્પિટલ ધરાવકા ડોક્ટર જયેશ મોઢવાડીયાને ગન બતાવી મારી નાખવાની ધમકી મળી હતી. જે બાબતની ફરિયાદ શહેરના એ ડિવિઝન પોલિસ મથકમા નોંધાઈ હતી. જ્યાર બાદ ગણતરીના કલાકોમાં જ પોલિસે ધમકી આપનાર આરોપી માંડણ ગોરાણીયાની ધરપકડ કરી હતી.

આરોપીને કોર્ટમાં રજુ કરવામા આવે તે પહેલા જ તેના ઘરની જડતી લેવામા આવી હતી. જે કાર્યવાહી દરમિયાન પોલિસને કોઈ પણ જાતની શંકાસ્પદ વસ્તુઓ મળી નહોતી. આ મામલે મંગળવારે સાંજે શહેર પોલિસ કમિશ્નર દ્વારા ડિ સ્ટાફ પોલિસ સબ ઈન્સપેકટર જે એમ ભટ્ટને સસ્પેન્ડ કરવામા આવ્યા છે. જ્યારે થાણા અધિક્ષક વિજય ઓડેદરાની બદલી કરી સ્પેશીયલ બ્રાન્ચમા મુકવામા આવ્યા છે.

શુ છે સમગ્ર બનાવ?

રાજકોટના વિદ્યાનગર મેઇન રોડ પર આંખની હોસ્પિટલ ધરાવતા ડો.જયેશ મોઢવાડીયાને બળજબરીપૂર્વક કાલાવડ રોડ પર આવેલ શિવધારા એપાર્ટમેન્ટમા ફલેટ ધરાવે છે. જે ફલેટ વેચી દેવા માટે ભૂમાફિયાઓ દબાણ કરી રહ્યા હતા. એટલું જ નહીં તેમને ગન બતાવી મારી નાખવાની ધમકી પણ આપી હતી. માંડણ ગોરાણીયા નામના શખ્સે તેને ધમકી આપી હોવાનું સામે આવ્યું હતું.

બીજી તરફ પોલિસ સુત્રોનુ માનિયે તો તપાસ કરનાર અધિકારીએ આરોપીના રીમાન્ડ ન માંગતા શહેર પોલિસ કમિશ્નર દ્વારા તેમને સસ્પેન્ડ કરવામા આવ્યા હોવાનુ જાણવા મળી રહ્યુ છે. તો બિજી તરફ આ મામલે જ્યા સુધી ઈન્કવાયરી પુર્ણ ન થાય ત્યા સુધી તપાસ કરનાર અધિકારીને સસ્પેન્ડ કરવામા આવ્યા છે.

Latest Stories