આજે રાજ્યભરમા કોંગ્રેસ દ્વારા લોકરક્ષક દળના પેપર લીક મામલે વિરોધ પ્રદર્શન કરવામા આવશે

New Update
આજે રાજ્યભરમા કોંગ્રેસ દ્વારા લોકરક્ષક દળના પેપર લીક મામલે વિરોધ પ્રદર્શન કરવામા આવશે

રાજકોટ સહિત રાજ્યભરમા આજે યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા લોકરક્ષક દળની પરીક્ષાના પેપર લીક મામલે વિરોધ પ્રદર્શન કરવામા આવશે.

રવિવારે રાજકોટ સહિત રાજ્યભરમા લોકરક્ષક દળની પરીક્ષા યોજવામા આવી હતી. જો કે પાલનપુર બાજુના વિસ્તારમા પેપર લીક થયાની વાત વહેતી થઈ હતી. જે બાદ એડીજી કક્ષાના વિકાસ સહાય દ્વારા આ અંગે ંમાફી પણ માંગવામા આવી હતી.

તો બિજી તરફ ગુજરાત પ્રદેશ કોંગ્રસ પ્રમુખ અને ઉપપ્રમુખ દ્વારા પરીક્ષાર્થીઓને થયેલ આર્થિક નુકશાન અંગે સરકાર તેમને વળતર આપે તેવી રજૂઆત પણ મિડીયાના માધ્યમથી કરવામા આવી હતી. ત્યારે મુખ્યમત્રી વિજય રૂપાણીએ જણાવ્યુ હતુ કે આગામી દિવસોમા આ મામલે જ્યારે પણ પરીક્ષાની તારીખ નક્કી થશે. ત્યારે પરીક્ષાર્થીઓ પોતાની હોલટીકિટ બતાવી એસટી બસમા વિનામુલ્યે મુસાફરી કરી પોતાના પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી શકશે. ત્યારે આજે પેપર લીક મામલે સમગ્ર રાજ્યભરમા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામા આવશે.

Latest Stories