આમોદ તાલુકા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખને રિપિટ કરાયા, સતત ત્રણ ટર્મથી મહિલા પ્રમુખ

New Update
આમોદ તાલુકા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખને રિપિટ કરાયા, સતત ત્રણ ટર્મથી મહિલા પ્રમુખ

તાલુકા પંચાયતનાં સભાખંડમાં જિલ્લા આયોજન અધિકારી એમ.એમ.પટેલની ઉપસ્થિતિમાં યોજાયી ચૂંટણી

આમોદ તાલુકા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખ માટેની અઢિ વર્ષની ટર્મ માટે આજે ચૂંટણી યોજાઈ હતી. જોકે આ વખતે મહિલા બેઠક અનામત હોવાથી ગત ટર્મમાં પ્રમુખ પદે રહેલા વિલાસબહેન રાજને જ રિપિટ કરાયા હતા. જ્યારે ઉપપ્રમુખ દિપક ચૌહાણને પણ તેમના હોદ્દા ઉપર યથાવત રાખવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રમુખ તરીકે વિલાસબહેન છેલ્લી ત્રણ ટર્મથી સતત હોદ્દો સંભાળી રહ્યા છે.

publive-image

આમોદ તાલુકા પંચાયતનાં સભાખંડમાં આજરોજ તાલુકા પંચાયતનાં પ્રમુખ-ઉપપ્રમુખ માટેની ચૂંટણી યોજાયી હતી. જોકે સત્તા ઉપર રહેલી ભાજપનાં વર્તમાન પ્રમુખ અને ઉપપ્રમુખને જ રિપિટ કરવામાં આવ્યા છે. ત્યારે જિલ્લા આયોજન અધિકારી એમ.એમ.પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલી ચૂંટણીમાં વિલાસબહેન રાજને પ્રમુખ તરીકે અને દિપક ચૌહાણને ઉપપ્રમુખ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. આ તબક્કે બન્ને હોદ્દેદારોએ તમામ સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો.

Latest Stories