/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/07/palej-e1561962725274.jpg)
વડોદરા ગ્રામ્ય એલસીબી પોલીસે ઇટોલા ફાટક ક્રોસ કરી ચાણસદ ગામ તરફ જઇ રહેલી એક ટ્રકમાંથી રૂપિયા દસ લાખ ઉપરાંતના ભારતીય બનાવટના વિદેશી દારૂના મસમોટા જંગી જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
વડોદરા ગ્રામ્ય એલસીબી પોલીસને બાતમી મળી હતી કે એક ટ્રક નંબર આર જે - ૨૭ - જી એ - ૮૫૯૪ માં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ભરી ભરૂચ તરફથી કરજણ થઈ ઇટોલા ચાણસદ થઇ વડોદરા જઈ રહી છે. બાતમીના આધારે એલસીબી પોલીસે વોચ ગોઠવી હતી. બાતમી વાળી ટ્રક ઇટોલા ફાટક ઓળંગી ચાણસદ તરફ જવાના રોડ ઉપર આવતી હોય ટ્રકને કોર્ડન કરી રોકી તલાશી લેતાં ટ્રકમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ ૪૫૦૦ કિંમત રૂપિયા ૧૦,૬૫,૬૦૦ ટ્રકની કિંમત રૂપિયા આઠ લાખ મળી કુલ કિંમત રૂપિયા ૧૮,૮૨,૧૦૦ ના મુદ્દામાલ સાથે શંભુલાલ કાલુલાલ મીણા રહે. ખેડાઅહીરાન તા. ડુંગરા જિ. ચિત્તોડગઢ, રાજસ્થાન તથા અજીજ ખાન ઉર્ફે અજ્જુ શરીફખાન પઠાણ રહે. માતાખેડા તા. ડુંગરા જિ. ચિતોડગઢ રાજસ્થાન નાઓની ધરપકડ કરી બંને વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો વરણામા પોલીસ મથકમાં રજીસ્ટર કરાવેલ છે.