ઉત્તર ધ્રુવ ઉપર ૫,૦૦૦ ફીટથી સ્કાયડાઇવિંગ કરનાર રેચલ થોમસ પ્રથમ ભારતીય મહિલા બન્યા ભરૂચના મહેમાન

ઉત્તર ધ્રુવ ઉપર ૫,૦૦૦ ફીટથી સ્કાયડાઇવિંગ કરનાર રેચલ થોમસ પ્રથમ ભારતીય મહિલા બન્યા ભરૂચના મહેમાન
New Update

ભરૂચ ખાતે BDMA દ્વારા યોજાઇ રહેલ બીજા વિમેન્સ કોંન્ક્લેવમાં મહેમાન બનેલા રેચલ થોમસનો જન્મ ૧૯૫૫ માં ભારતના પશ્ચિમ બંગાળના ચિત્રાંજન ખાતે થયો હતો. તેના માતાપિતા એલેક્ઝાન્ડર અને એલિઝાબેથ ઇટેરચાર્ય કેરળથી હતા અને બંનેએ ભારતીય રેલ્વે સાથે કામ કર્યું હતું. ૨૦ એપ્રિલ ૧૯૭૯ ના રોજ, થોમસ ભારતની પ્રથમ મહિલા સ્કાયડાઇવર બન્યા, તેમને કારકિર્દીની શરૂઆત આગ્રામાં સ્કાયડાયવીંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાથી "એ" લાયસન્સ પૂર્ણ કરીને કરી હતી.

ભારતીય રેલવેના ભૂતપૂર્વ કર્મચારી રેચલ થોમસે કનેકટ ગુજરાતને આપેલ વિષેશ મુલાકાતમાં જણાવ્યું કે તેમણે ૧૯૮૭માં સ્કાયડિવિંગ સ્પર્ધામાં ભારત માટે સ્પર્ધા કરનાર પ્રથમ મહિલા હતી.તેમણે ૨૦૦૨ માં ઉત્તર ધ્રુવ પર સ્કાયડાયવીંગની પ્રથમ ભારતીય મહિલા હોવાનો તેમનો રેકોર્ડ છે. રેચલ થોમસે તેમની કારકિર્દી દરમિયાન ૧૯ દેશોમાં ૬૫૦ કૂદકા પૂર્ણ કરી, ત્યારથી ૧૯૭૯ માં રેચલ થોમસે પ્રથમ જમ્પ કર્યો હતો.

ભરૂચ કનેકટ ગુજરાત સાથેની ખાસ મુલાકાત માં તેમણે જણાવ્યું કે તેમના પછીપણ બે મહિલાઓએ સ્કાઇ ડાઇવ કરવા પ્રયત્ન કર્યો પરંતુ તેઓ કોઇ કારણોસર નિષ્ફળ રહ્યા હતા.આમ તે ભારતના પ્રથમ સ્કાઇડાઇવર બન્યા અને અન્ય મહિલાઓ માટ એપણ પ્રેરણારૂપ બન્યા છે. તેમણે મહિલા ધારે તો કોઇ કામ અઘરૂં નથીનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું છે.મુલાકાત દરમિયાન તેમણે મહિલાઓને સ્પોર્ટસમાં આગળ લાવવા સરકાર દ્વારા પ્રયત્નો કરી દરેક મહિલાઓને સ્પોર્ટ માટે યોગ્ય વેતન મળે તેમજ તેમને યોગ્ય ટ્રેનીંગ મળે તેવી વ્યવસ્થા ગોઠવાય તે માટે પ્રયત્નો કરશેકરશેનું જણાવી મહિલાઓને સ્પોર્ટસમાં આગળ આવવા અપીલ કરી હતી.

#ભરૂચ #Beyond Just News #Connect Gujarat
Here are a few more articles:
Read the Next Article