New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/04/priyanka-pti.jpg)
ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદમાં પહેલા તબક્કામાં મતદાન 11 એપ્રિલ યોજાવાનું છે. તો પ્રિયંકા ગાંધી આજે ગાઝિયાબાદના કોંગ્રેસ ઉમેદવાર ડોલી શર્મા માટે રોડ શો યોજશે. પ્રિયંકા ગાંધીનો રોડ શો ગાઝિયાબાદમાં બપોરે 3થી સાંજે 6 વાગ્યા સુધી ચાલશે.
વિખ્યાત દૂધેશ્વરનાથ મંદિરથી રોડ શોની શરૂઆત થશે. ત્યાર પ્રિયંકા ગાંધી ઘંટાઘર ખાતે શહીદ ભગતસિંહની પ્રતિમાને માલાર્પણ કરશે. બાદમાં રોડ શો દરમિયાન નવયુગ માર્કેટ ખાતે તેઓ આંબેડકરની મૂર્તિને પણ માલાર્પણ કરશે. ત્યાર બાદ ત્યાં જાહેર સભા યોજાશે.
Latest Stories