/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/06/maxresdefault-108.jpg)
પ્રોફેસરનો ચહેરો કાળો કરીને કેમ્પસમાં ફેરવ્યા
- ભાજપ પ્રેરિત વિદ્યાર્થી સંગઠન એ.બી.વી.પી.નું અસામાજિકોને પણ શરમાવે તેવું કૃત્ય
- યુનિવર્સિટીની મતદાર યાદીમાંથી નામ કાઢી નખાયાના આક્ષેપ સાથે ધસી જઈને ધમાલ મચાવી
- શિક્ષણ જગતમાં ઘેરા પ્રત્યાઘાત : યુનિ. સ્ટાફ પણ એસ.પી. કચેરીએ ધસી ગયો
- કૂલપતિએ તાત્કાલિક અસરથી ઈ.સી.ની બેઠક બોલાવી : દોષિતો સામે કડક પગલા લેવા માગણી
મતદારી યાદીમાંથી મનસ્વી રીતે નામો બાકાત કરી દેવાના મુદે રોષ ભરાયેલા એબીવીપીના કાર્યકરોએ આજે કચ્છ યુર્નિવસીર્ટી ખાતે પહોંચીને ચૂંટણી અિધકારી અને પ્રોફેસર તરીકે કાર્ય સંભાળતા ગિરીન બક્ષીના ચહેરા ઉપર કાળો કલર લગાવીને કેમ્પસમાં ફેરવતા ચકચાર મચી જવા પામી છે. આ બનાવ અંગે સમગ્ર કચ્છના શિક્ષણ જગતમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે.
આ અંગે મળતી માહિતી મુજબ કેમેસ્ટ્રી વિભાગના વડા બક્ષી ચૂંટણી અિધકારી તરીકે પણ કામગીરી સંભાળે છે. ત્યારે એબીવીપીના આક્ષેપ મુજબ પીજી કોર્ટના માટેના રજિસ્ટર્ડ ગ્રેજયુએટ વિભાગના સેનેટ સભ્ય માટે નવેમ્બર ૨૦૧૭માં માન્ય અને અમાન્ય મતદાર યાદી જાહેર કરાઈ હતી. ત્યારબાદ ૧૩ જૂનના નવી મતદાર યાદી પ્રસિધૃધ કરાઈ ત્યારે તેમાંથી મનમાની પુર્વક અનેક મતદારોના ફોર્મ રદ કરી દેવાયા હતાં.
જે મતદારોના ફોર્મ અગાઉ માન્ય ઠરાવાયા હતા તે ફોર્મ પણ ઈરાદાપુર્વક રદ કરી નાખીને મતદાર યાદીમાં ભારે ગોટાળા આચરાયા હતા . આ બાબત જાણમાં આવતા ૧૫ દિવસમાં આ ભુલો સુધારી લેવા એબીવીપીએ રજુઆત કરી હતી.
જો કે ચૂંટણી અિધકારીએ એબીવીપીની વાતને કાને ન ધરીને બારોબાર પોતાની યાદી યુનિવર્સિટીને સુપરત કરી હતી, આ યાદીમાં ૪૦ થી ૫૦ ટકા છાત્રોના નામ રદ કરી દેવાયા હોવાની રજુઆતને દાદ ન મળતા ઉશ્કેરાયેલા એબીવીપીના કાર્યકરોએ આજે યુનિવર્સીટી ધસી જઈ કેમેસ્ટ્રી વિભાગના વડા તથા ઈન્ચાર્જ ચૂંટણી અિધકારી એવા બક્ષી પર હુમલો કર્યો હતો. કલાસરૃમમાં અભ્યાસ કરવાવા દરમિયાન પ્રોફેસરના ચહેરા પર કાળો પદાર્થ લગાવી યુનિવર્સિટી કેમ્પસમાં ફેરવતા ચકચાર મચી ગઈ હતી.
કાર્યકરો બાદમાં તેને વીસીની ઓફીસે લઈ જઈને ત્યાં પણ મતદારી યાદીમાં નામ બાકાત કરાયા મુદે ઉગ્ર દલીલ સાથે સુત્રોચ્ચાર કર્યા હતા. બીજીતરફ પ્રોફેસર સાથે કરાયેલા અભદ્ર વર્તનથી ચોંકી ઉઠેલા યુનિર્વસીટીના સ્ટાફ એસ.પી. કચેરીએ ધસી જઈને રક્ષણ આપવા મામલે તથા શિક્ષણ જગતમાં લાંછનરૃપ ઘટના આચરવા બદલ દોષીતો પર પગલા ભરવા રજુઆત કરી હતી.
કચ્છ યુનિવર્સીટીના સ્ટાફ સાથે મર્યાદા ઓળંગીને કરાયેલા વર્તન બાદ કૂલપતિએ આગામી સમયમાં આવો કોઈ બનાવી ન બને તથા આ મામલે શું પગલા ભરવા સહિતના મુદે તાત્કાલિક અસરથી ઈસીની બેઠક બોલાવી હતી. જેમાં વિવિધ મુદે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
સેનેટ સભ્યની ચૂંટણીના મામલે આજે કચ્છ યુનિવર્સિટીમાં બનેલી પ્રોફેસરનો ચહેરો કાળો કરવાની કલંકિત ઘટનાથી સમગ્ર શિક્ષણ જગત સ્તબૃધ બની ગયું છે. અગાઉ ફક્ત એવા આક્ષેપો થતા હતા કે યુનિવર્સિટી રાજકારણનો અખાડો બની ગઈ છે. આજની ઘટના બાદ આ વાત સાબિત થઈ ગઈ છે. સત્તાધારી પક્ષ ભાજપના જ વિદ્યાર્થી સંગઠન દ્વારા આંચરવામાં આવેલા આ કૃત્યને કોઈ કાળે માફ કરી શકાય તેમ નથી. કોઈ બાબતમાં વાંધો હોય તો તેને વ્યક્ત કરવાના ઘણા રસ્તા હોય છે. છેલ્લે ન્યાયપાલિકાનો પણ આશરો લઈ શકાય છે. પરંતુ કાયદો હાથમાં લેવાની કોઈને છૂટ નથી. બીજી તરફ કૂલપતિ જેવા મહત્વના પદ સુધી પહોંચવા માટે પણ રાજકીય હસ્તક્ષેપ ખુબ જાણિતો છે.
સત્તાધારી પક્ષના પ્રદેશ કાર્યાલયમાં કૂલપતિ તરીકે કોને બેસાડવા તે નક્કી થતું હોય છે. બંધારણીય રીતે ખુબ મહત્વના હોદ્દાને રાજકીય પ્યાદા જેવો બનાવી દેવાયો છે. ત્યારે આ ઘટનામાં સત્તાધારી ભાજપના જ વિદ્યાર્થી સંગઠન એ.બી.વી.પી. સામે કૂલપતિ દ્વારા કેવા કડક પગલા લેવાશે ? તેના ઉપર બધાની મીટ મંડાઈ છે.
- પ્રોફેસરને સારવાર માટે લઈ જવાયા,કાળા પદાર્થની તપાસ
પ્રોફેસરના ચહેરામાં કાળા કલરનો કોઈ કેમીકલયુકત પદાર્થ લગાવાતા તેની કોઈ આડઅસર ન થાય તે માટે વીસી ડો.સી.બી. જાડેજા સહિતના સ્ટાફે સારવાર માટે હોસ્પીટલે દાખલ કર્યા હતા. જયાં તે પદાર્થ કાઢવાની કામગીરી સાથે તે કયો પદાર્થ છે તે જાણવા લેબોરેટરીમાં મુકવામાં આવ્યો હતો. આ પદાર્થ થકી શરીરમાં ખંજવાળ આવવી કે આંખમાં કોઈ તકલીફ સહિતની આડઅસર થઈ ન હોવાથી પ્રોફેસર સ્વસ્થ છે.
- મતદાર યાદીમાંથી નામ કાઢી નખાયાના આક્ષેપો પાયા વિહોણા : કૂલપતિ
આ અંગે વીસી જાડેજાએ જણાવ્યું હતું કે,દોષીતો સામે કડક પગલા ભરવા ફોજદારી દાખલ કરી દેવાઈ છે. તે સાથે પ્રોફેસરને મેડીકલ ટ્રીટમેન્ટ આપવામાં આવી છે. કાર્યકરોના મતદાર યાદીમાંથી નામ રદબાતલ કરી દેવાના આક્ષેપનો જવાબ આપતા તેમણે કહ્યું હતું કે, તમામ આક્ષેપ પાયાવિહાણા છે. કોઈના નામ જાણીજોઈને કઢાયા નથી. તેઓને એવો વહેમ છે કે તેઓના નામ કાઢી નખાયા છે. બાકી આર્ટસ ફેકલ્ટીમાં પણ ૪૦૪ નામ રદ થયા જ છે. પ્રથમ યાદી માન્ય અને અમાન્ય નામની બહાર પડાયા બાદ તેમાં સુધારા મંગાવાતા હોય છે. જે બાદ બીજી યાદીમાં વેરીફીકેશન કરીને યોગ્ય યાદી બહાર પડાતી હોય છે.
જેમાં પ્રથમ યાદીમાં જે નામ માન્યયાદીમાં તે અમાન્ય પણ થઈ શકે છે અને અમાન્ય યાદીમાં નામ હોય તે માન્ય યાદીમાં પણ જઈ શકે છે. પણ અહીં એબીવીપીએ પોતાની રીતે ખોટુ અર્થધટન કરીને ચૂંટણી અિધકારીના ઈન્ચાર્જમાં રહેલા પ્રોફેસરને ટાર્ગેટ બનાવ્યા છે જે વખોડવાલાયક બાબત છે. જો કે હાલમાં મળતા એહવાલ મુજબ પ્રોફેસરનું મોં કાળુ કરી કેમ્પસમાં ફેરવનાર વિદ્યાર્થીઓને ઝડપી પાડી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ છે.