New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/03/maxresdefault-152.jpg)
કચ્છના સરહદી લખપત તાલુકાના ગામોમાં અદાણી સિમેન્ટ કંપની દ્વારા છેલ્લા છ માસથી ઘાસ વિતરણ કરવામાં આવી રહ્યું છે.કંપનીના અહીં આવેલા પ્લાન્ટમાં હજી ઉત્પાદન પણ શરૂ થયું નથી પણ અછતની પરિસ્થિતિ જોતા સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવા ખાસ ટીમ મારફતે તાલુકાના 22 થી વધુ ગામોમાં પશુપાલકોને ઘાસચારો આપવામાં આવી રહ્યો છે.
11 ગ્રામ પંચાયત સાથે 22 થી વધુ ગામોના પશુઓ કંપનીના ઘાસ પર નિર્ભર છે.ગ્રામજનોની માંગને ધ્યાને લઇ કંપની દ્વારા ઘાસ વિતરણ કરાઈ રહ્યું છે કંપની દ્વારા અત્યારસુધી માં કુલ 38 હજાર કિલો ઘાસનું તાલુકામાં વિતરણ કરવામાં આવ્યું છે.
Latest Stories