New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/02/12-1.jpg)
15 થી 20 ફુટ ઉંડા પાઇલ ફાઉન્ડેશન પુરાઈ જતા અંદાજિત 20 લાખનું નુકસાન
રાજપીપલા કરજણ નદી પર રામગઢ જવા માટે રાજ્ય સરકાર દ્વારા 9 કરોડના ખર્ચે એક બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે, બે મહિના પહેલા સાંસદ મનસુખ વસાવાના હસ્તે ખાત મુહર્ત કરવામાં આવ્યું હતું. જેનું કામ હાલ જિલ્લા પંચાયત બાંધકામ વિભાગ કરી રહ્યું છે.
ત્યારે છેલ્લા એક મહિનાથી ચાલતી કામગીરીમાં નદીના પાણી રોકી લગભગ 5 થી 6 જેટલા15 થી 20 ફૂટના ઉંડા ખાડા ખોદી ફાઉન્ડેશન કરવામાં આવ્યું હતું. જે કામગીરી ચાલતી હતી. જેમાં અચાનક કરજણ ડેમ માંથી 1000 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવતા આ તમામ પાઇલ ફાઉન્ડેશન પુરાઈ ગયા હતા॰ આ કામગીરી પાછળ અત્યાર સુધી લગભગ 18 થી 20 લાખ ખર્ચ થયો હતો. જે આ પાણીમાં વહી ગયા.
Latest Stories