કરજણ નગરના હાથીબાગ પાછળ જુગાર રમતા નવ જુગારીઓ ઝડપાયા

New Update
કરજણ નગરના હાથીબાગ પાછળ જુગાર રમતા નવ જુગારીઓ ઝડપાયા

વડોદરા જિલ્લાના કરજણ નગરના નવાબજાર વિસ્તારમાં અાવેલા હાથીબાગ પાછળ જુગાર રમતા નવ જુગારીઓને પોલીસે ઝડપી પાડતા જુગારીઓમાં ભારે ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે. પોલીસ સુત્રીય માહિતી અનુસાર પોલીસને બાતમી મળી હતી કે કરજણના નવાબજાર વિસ્તારમાં અાવેલા હાથીબાગ પાછળ કેટલાક ઇસમો પત્તાપાનાનો જુગાર રમી રમાડે છે.

મળેલી બાતમીના અાધારે કરજણ પોલીસ મથકના પો સ ઇ અાર. જી. દેસાઇએ સ્ટાફના માણસોને સાથે રાખી ખાનગી વાહનમાં બાતમીવાળી જગ્યાએ પહોંચી તપાસ કરતા કેટલાક ઇસમો સ્ટ્રીટ લાઇટના અજવાળે કુંડાળુ વળી જુગાર રમી રહ્યા હતા.

તે જગ્યાને કોર્ડન કરી પોલીસે રેડ કરતા કુલ નવ ઇસમો ઝડપાઇ જવા પામ્યા હતા. ઝડપાયેલા ઇસમોના નામ ઠામ પુછતા (૧) રજનીકાંત બચુ દવે રહે. હાથીબાગ પાછળ, નવાબજાર કરજણ (૨) શૈલેશ રાજેશ ઠાકોર રહે. રામદેવનગર, જલારામનગર, કરજણ (૩) સુનીલ રમણ ઠાકોર રહે. રામદેવનગર, જલારામનગર, કરજણ (૪) રમેશ સોમા ઠાકોર રહે. ગોવિંદ બેચરની ચાલ, નવાબજાર, કરજણ (૫) હસમુખ ઉર્ફે કાલુ રાવજી માછી રહે. હાથીબાગ, મરાઠી ચાલ પાછળ, નવાબજાર, કરજણ (૬) સચીન અમૃતલાલ સુથાર રહે. શ્રી રંગ ડુપ્લેક્ષ, નવાબજાર કરજણ (૭) ઇકબાલ ઉર્ફે કાલુ હુમાયુ મીર રહે. હાથીબાગ પાછળ, કરજણ (૮) વિક્કિ મુકેશ ઠાકોર રહે. હાથીબાગ પાછળ નવાબજાર કરજણ તેમજ હવાજી શિવાજી ઠાકોર રહે. હાથીબાગ પાછળ નવાબજાર કરજણ નાઓન પાસેથી અંગઝડતીના રૂપિયા ૬,૮૦૦ દાવ પરના ૧૪,૩૦૦ મળી કુલ રૂપિયા ૨૧,૧૦૦ ના મુદ્દામાલ સાથે નવ ઇસમોને ઝડપી પાડી જુગાર ધારા એક્ટ મુજબ કરજણ પોલીસ મથકમાં ગુનો દાખલ કરી અાગળની કાર્યવાહી હાથ ધરી છે..

Latest Stories