કર્મચારીઓ નોકરી છોડ્યાના 30 દિવસમાં ઉપાડી શકાશે EPF ફંડ, થઈ જાહેરાત

New Update
કર્મચારીઓ નોકરી છોડ્યાના 30 દિવસમાં ઉપાડી શકાશે EPF ફંડ, થઈ જાહેરાત

મંગળવારે EPFO ટ્રસ્ટની બેઠક મળી હતી જેમાં ચેરમેન સંતોષ ગંગવારે સત્તાવાર જાહેરાત કરી

EPFOના કર્મચારીઓ બે મહિના માટે બેરોજગાર હશે તેમના માટે સારા સમાચાર છે. મંગળવારે EPFO ટ્રસ્ટની એક બેઠક મળી હતી. જેમાં EPFOના સેન્ટ્રલ બોર્ડના ચેરમેન સંતોષ ગંગવારે નિવેદન આપતા જણાવ્યું હતું કે, જે કર્મચારીઓ 1 માસ માટે બેરોજગાર હશે તે પોતાના ખાતામાંથી 75 ટકા રકમ ઉપાડી શકશે. જ્યારે બે મહિના માટે જે કર્મચારી બેરોજગાર હશે તે બાકીની 25 ટકા રકમ ઉપાડી શકશે. અત્રે ઉલ્લેખનીય છે કે, કર્મચારી તેની બધીજ રકમ ઉપાડી લેશે તો પણ તેનું એકાઉન્ટ ચાલુ જ રહશે.

તાજેતરમાં મળેલા અહેવાલો મુજબ આ યોજના હેઠળ વ્યક્તિ પોતાનું પીએફ અકાઉન્ટ ચાલુ રાખી શકે છે. તેનો ઉપયોગ બીજી નોકરી મળવા પર ત્યાં પણ કરી શકશે. આ પહેલાં નોકરી છોડનાર કર્મચારી માત્ર 60 ટકા રકમ જ ઉપાડી શકાતા હતા. હવે CBTએ આ મર્યાદા વધારીને 75 ટકા કરી દીધી.

EPFOના સેન્ટ્રલ બોર્ડના ચેરમેન સંતોષ ગંગવારે સત્તાવાર જાહેરાત કરતા કહ્યું કે કે, અમે ETF (એક્સચેન્જ ટ્રેડેડ ફંડ) મેન્યુફેક્ચરસ SBI અને UTI મ્યૂચ્યુઅલ ફંડની સમય મર્યાદામાં વધારો કર્યો છે. આ સમય મર્યાદા વધારીને પણ 1 જુલાઈ 2019 સુધી કરવામાં આવી છે.

Latest Stories